Hindenburg Report બાદ હવે અદાણી ગ્રુપે ભર્યું મોટું પગલું, આ કંપનીઓમાં હિસ્સેદારી વેચી
Adani Group Deal With GQG Partners: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે તાજેતરમાં ગ્રુપ સંલગ્ન કંપનીઓના શેરોમાં રિકવરી પણ જોવા મળી. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ મામલે છ સભ્યોની કમિટીની રચના કરી છે.
Trending Photos
Adani Group Deal With GQG Partners: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે તાજેતરમાં ગ્રુપ સંલગ્ન કંપનીઓના શેરોમાં રિકવરી પણ જોવા મળી. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ મામલે છ સભ્યોની કમિટીની રચના કરી છે. હવે ગ્રુપ તરફથી કહેવાયું છે કે તેમણે ગ્રુપની ચાર લિસ્ટેડ કંપનીઓમાં અલ્પાંશ હિસ્સેદારી (American Asset Manager) કંપની જીક્યુજી પાર્ટનર્સને 15,446 કરોડ રૂપિયામાં વેચી છે.
અદાણી ગ્રુપે ચૂકવવાનું છે 2 અબજ ડોલરથી વધારેનું કરજ
અદાણી ગ્રુપે આવનારા મહિનાઓમાં બે અબજ ડોલરથી વધારેનું કરજ ચૂકવવાનું છે અને આ માટે કેશની જરૂર છે. ગ્રુપે એક નિવેદનમાં કહ્યું કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) અને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) ના શેર બજારમાં વેચી દેવાયા. નિવેદન મુજબ આ રોકાણ સાથે જીક્યુજી (GQG) ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વૃદ્ધિમાં પ્રમુખ રોકાણકાર બની ગયું છે.
એઈએલમાં વેચાણ પહેલા 72.6 ટકા ભાગીદારી
અદાણી ગ્રુપ પર 2.21 લાખ કરોડ રૂપિયાની લોન છે. જેનો લગભગ 8 ટકા આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં ચૂકવવાનો છે. એઈએલમાં વેચાણ પહેલા પ્રવર્તકોની 72.6 ટકા ભાગીદારી હતી અને તેમાં 3.8 કરોડ શેર એટલે કે 3.39 ટકા ભાગીદારી, 5460 કરોડ રૂપિયામાં વેચવામાં આવી. એપીસેઝમાં પ્રવર્તકોની 66 ટકા ભાગીદારી હતી અને તેમાં 8.8 કરોડ શેર એટલે કે 4.1 ટકા ભાગીદારી 5,282 કરોડ રૂપિયામાં વેચવામાં આવી.
એટીએલમાં પ્રમોટર્સની 73.9 ટકા ભાગીદારી હતી અને તેમાં 2.8 કરોડ શેર એટલે કે 2.5 ટકા ભાગીદારી 1898 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. એજીઈએલમાં પ્રમોટર્સની 60.5 ટકા ભાગીદારી હતી અને તેમાં 5.5 કરોડ શેર કે 3.5 ટકા ભાગીદારી 2806 કરોડ રૂપિયામાં વેચવામાં આવી. અદાણી સમૂહના સીએફઓ જુગશિંદર સિંહ (રોબી)એ કહ્યું કે જીક્યુજી સાથે ડીલ સંચાલન વ્યવસ્થા, મેનેજમેન્ટ ગતિવિધિઓ અને અદાણી કંપનીઓમાં વૈશ્વિક રોકાણકારોના સતત ભરોસાને દર્શાવે છે.
(ઈનપુટ- પીટીઆઈ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે