નવી દિલ્હી: વિદેશથી ભારત પરત આવેલા વર્કર્સ ધ્યાન આપો ભારત સરકાર તમને જોબ આપવા માટે બોલાવી રહ્યી છે. સરકારે સ્વદેશ નામની યોજના અંતર્ગત જુદા-જુદા લોકોની સ્કિલના આધારે ડેટાબેઝ બનાવવાનું શરૂ કર્યું છે. SWADES (Skilled Workers Arrival Database for Employment Support) નામના આ પ્રોજેક્ટ પર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ઉદ્યોગ જગત મળીને કામ કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- PM મોદીની સુરક્ષાને લઇ ટૂંક સમયમાં થઈ શકે છે આ નિર્ણય, લાગુ થશે આ નિયમ


સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી અને એક્સટર્નલ અફેયર્સ મિનિસ્ટ્રી બંને આ ફેસિલિટેટ કરી રહ્યાં છે. તેના અંતર્ગત એક ટોલ ફ્રી નંબર પણ બનાવ્યો છે. વર્કર્સને ઓનલાઇન ફોર્મ ભરવા માટે કહ્યું છે. તેમાં તેમણે પોતાની સ્કિલનું ડિસ્ટ્રક્રિપ્શન આપવાનું છે. ફોર્મ WWW.nsdcindia.org/swades પોર્ટલ પર ભરી શકાય છે.


આ પણ વાંચો:- મહારાષ્ટ્રમાં Cyclone Nisargaનો કહેર, વૃક્ષો ધરાશાયી, ઘરોને પણ પહોંચ્યું નુકસાન


કેન્દ્રીય કૌશલ અને ઉદ્યમિતા મંત્રી મહેન્દ્ર નાથ પાંડ્યેના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના વિઝનના આધાર પર અમે વંદે ભારત મિશન અંતર્ગત વર્કર્સની સ્કિલ મેપિંગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, સિવિલ એવિએશન મિનિસ્ટ્રીની સાથે પાર્ટનરશીપમાં કામ થઈ રહ્યું છે. વર્કર્સને સ્વદેશ સ્કિલ કાર્ડ બનાવવામાં આવશે જેથી તેમના માટે રોજગારની તક વધશે. કોવિડ-19ના સમય ડિમાન્ડ અને સપ્લાયનું જે અંતર છે તે ઓછુ થશે.


આ પણ વાંચો:- મોદી કેબિનેટમાં મોટો નિર્ણય, ખેડૂતો માટે બનશે એક દેશ એક બજાર


નાગરિક અને ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીના જણાવ્યા અનુસાર, જે કર્મચારીઓ ભારત આવ્યા છે તેઓ તેમની નોકરી ગુમાવવાને કારણે આવ્યા છે. તેમની પાસે વિશેષ કુશળતા છે. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘણું યોગદાન આપી શકે છે. પોર્ટલ બનાવવા માટે અમે કૌશલ્ય વિકાસ મંત્રાલયનો સંપર્ક કર્યો. અમે ફ્લાઇટમાં વંદ ભારત મિશન અંતર્ગત ઘોષણાઓ કરી છે, એરપોર્ટ પર બેનરો પણ લગાવ્યા છે અને અમે તેમને આ પહેલની માહિતી મોકલી રહ્યા છીએ.


આ પણ વાંચો:- મહારાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું Nisargaની એન્ટ્રી, 110 KMPHની ગતીથી ફૂંકાયો પવન


વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમે કોરોનાને લીધે અભૂતપૂર્વ સંજોગોમાં અમારા નાગરિકોને તમામ શક્ય સહાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે લોકો તેમની નોકરી છોડી દેવાના પડકાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. અમે આપણા એમ્બેસી, હાઈ કમિશન, કોન્સ્યુલેટ દ્વારા સ્વદેશી પહેલને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આના માધ્યમથી ભારત પાછા ફરતા લોકોને તેમની કુશળતાના આધારે તૈનાત કરવામાં મદદ મળશે.


આ પણ વાંચો:- 


તમને જણાવી દઈએ કે, વંદે ભારત મિશન અંતર્ગત, લાખો લોકોએ ભારત પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમાંથી 57,000 લોકોને સરકાર દ્વારા પરત લાવવામાં આવ્યા છે. ભારતના જે રાજ્યોમાં આ કામદારો પરત ફર્યા છે તેમાં મોટી સંખ્યામાં કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા અને કર્ણાટકના છે. જે દેશોમાંથી મોટા ભાગના કામદારો ભારત પરત ફર્યા છે તે યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઓમાન છે. તે જ સમયે, મોટાભાગના કામદારો ઓઇલ અન્ડ ગેસ, કંસ્ટ્રક્શન, ટૂરિઝ્મ એન્ડ હોસ્પિટેલિટી, ઓટોમોટિવ એન્ડ એવિએશન ક્ષેત્રના છે. સ્વદેશ સ્કિલ્ડ કાર્ડથી તેમને નોકરી મેળવવામાં મદદ મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube