Twitter એ 250 હેડલ્સ કર્યા Unblock, સરકારે આપી એક્શનની ચેતવણી
ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો સરકારના નિર્દેશ પર આ હેન્ડલ બ્લોક કર્યા હતા, તો ટ્વિટર પોતે નિર્ણય કરીને તેને કેવી રીતે ચાલુ કરી શકે છે? જો ટ્વિટર એવા કેન્ટેન્ટવાળા હેન્ડલને બ્લોક કરશે નહી, તો સરકાર ટ્વિટર વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.
નવી દિલ્હી: ભારત સરકારે ગત કેટલાક દિવસોથી ખેડૂત આંદોલનના નામે વિવાદિત ટ્વીટ્સ કરી રહેલા ટ્વિટર હેન્ડલ વિરૂદ્ધ સખત વલણ અપનાવ્યું છે. આ સાથે જ ટ્વિટર કંપનીને પણ સરકારે નોટીસ મોકલીને કહ્યું છે કે એવા ટ્વિટર હેડલ્સ વિરૂદ્ધ જલદી જ કાર્યવાહી કરવામાં આવશે, નહીતર સરકાર ટ્વિટર વિરૂદ્ધ પણ સખત પગલાં ભરશે.
ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલયે મોકલી નોટીસ
ભારત સરકરે ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્રારા આ નોટીસ ટ્વિટર (Twitter) ના તે પગલાં બાદ મોકલવામાં આવી છે, જેમાં ટ્વિટરે સરકારની ફરિયાદ પર 250 શંકાસ્પદ ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરી દીધા હતા, પરંતુ પછી તેને ચાલુ કરી દેવામાં આવ્યા. ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલયે પાંચ પેજના આ નોટિસમાં ખૂબ સખત ભાષાનો ઉપયોગ કર્યો છે.
નોટીસમાં કહેવામાં આવ્યું છે કે #ModiPlanningFarmerGenocide હેશટેગની સાથે કન્ટેન્ટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી. પરંતુ હવે એવામાં તમામ હેડલ્સને ફરીથી ચાલુ કેવી રીતે કરવામાં આવ્યા? નોટીસમાં ફ્રીડમ ઓફ સ્પીચ પર પણ ભાર મુકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે નરસંહારની વાતને પ્રોત્સાહન આપવું ફ્રીડમ ઓફ સ્પીચ નથી. આ કાયદા-વ્યવસ્થા માટે ખતરો છે.
સરકારની સ્પષ્ટ ચેતાવણી
ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો સરકારના નિર્દેશ પર આ હેન્ડલ બ્લોક કર્યા હતા, તો ટ્વિટર (Twitter) પોતે નિર્ણય કરીને તેને કેવી રીતે ચાલુ કરી શકે છે? જો ટ્વિટર (Twitter) એવા કેન્ટેન્ટવાળા હેન્ડલને બ્લોક કરશે નહી, તો સરકાર ટ્વિટર વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.
દિલ્હીમાં થઇ હતી 26 જાન્યુઆરીના રોજ હિંસા
ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલન કરી રહ્યા છે. 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ખેડૂત ટ્રેકટર રેલી દરમિયાન હિંસા થઇ હતી. હાલના સમયમાં દુનિયાની ઘણી હસ્તીઓએ ટ્વિટર (Twitter) પર ભારત સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વિદેશ મંત્રાલયે તેના પર સખત જવાબ પણ આપ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube