માલદીવમાં ભારતને મોટી સફળતા, ચીનના દબાણ હેઠળ પરત ફરતા હેલિકોપ્ટર ત્યાં રહેશે તૈનાત
માલદીવના રક્ષામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત દ્વારા ભેટ આપેલા હેલિકોપ્ટરને પરત મોકલશે નહીં. આ પહેલા માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને ભારતના હેલિકોપ્ટર પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો.
સિદ્ધાંત સિબ્બલ, નવી દિલ્હી: માલદીવમાં નવી સરકાર બનતા જ ભારત માટે સંભાવનાઓના દ્વાર ખુલ્લા થઇ ગયા છે. આ પહેલા માલદીવના રાષ્ટ્રપતિએ તેમના શપથ ગ્રહણ સમારંભમાં માત્ર ભારતનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ હવે માલદીવના રક્ષામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત દ્વારા ભેટ આપેલા હેલિકોપ્ટરને પરત મોકલશે નહીં. આ પહેલા માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને ભારતના હેલિકોપ્ટર પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય તેમણે ચીનના પ્રભાવ હેઠળ લેવામાં આવ્યો હતો. ભારતે પોતાના બે હેલિકોપ્ટર માલદીવને ભેટ આપ્યા હતા. પરંતુ હવે નવી સરકાર અસ્તિત્વમાં જ ભારતનાં સંબંધો પહેલાની જેમ આગળ વધતા જોવો મળી રહ્યાં છે.
ZEE NEWSની સહયોગી ચેનલ WION સાથે વાતચીતમાં માલદીવના રક્ષામંત્રી મારિયા ડિડીએ કહ્યું હતું કે, અમે ભારતે ભેટ આપેલા બે હેલિકોપ્ટર પરત મોકલીશું નહીં. આ અમારી સંસ્કૃતિ નથી કે અમને પ્રેમથી આપેલી ભેટ અમે પાછી મોકલાવી દઇએ.