સમુદ્રમાં ચીની સબમરીનોને ધૂળ ચટાડવા ભારત ખરીદી રહ્યું છે આ ઘાતક હથિયાર
દુનિયામાં બદલાતા પરિદ્રશ્ય અને વૈશ્વિક પડકારોને જોતા ભારતીય નૌસેના (Indian Navy) પણ પોતાને વધુ મજબૂત કરવાની તૈયારીઓમાં લાગી છે. આ માટે રક્ષા મંત્રાલયે અમેરિકા સાથે મોટો કરાર કર્યો છે.
નવી દિલ્હી: દુનિયામાં બદલાતા પરિદ્રશ્ય અને વૈશ્વિક પડકારોને જોતા ભારતીય નૌસેના (Indian Navy) પણ પોતાને વધુ મજબૂત કરવાની તૈયારીઓમાં લાગી છે. આ માટે રક્ષા મંત્રાલયે અમેરિકા સાથે મોટો કરાર કર્યો છે.
54 ટોરપીડોની ખરીદી માટે થયો કરાર
મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતીય નૌસેનાના Anti-Submarine Plane પી-8આઈને વધુ ઘાતક બનાવવામાં આવશે. આ માટે 423 કરોડ રૂપિયાના ખર્ચે એમકે 54 ટોરપીડોની ખરીદી કરવામાં આવશે. આ સાથે જ ચાફ અને ફ્લેયર્સ જેવા એક્સપાન્ડેબલ પણ ખરીદવામાં આવશે. આ માટે અમેરિકાની સરકાર સાથે કરાર કરવામાં આવ્યો છે.
વધુ ઘાતક બનશે P-8I પ્લેન
મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે રક્ષા મંત્રાલયે ભારતીય નેવી માટે 423 કરોડ રૂપિયાના ખર્ચે એમકે 54 ટોરપીડો અને એક્સપાન્ડેબલ (ચાફ તથા ફ્લેયર્સ)ની ખરીદી માટે વિદેશી સૈન્ય વેચાણ(FMS) હેઠળ અમેરિકાની સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે આ ઉપકરણ પી-8આઈ વિમાનની સાધન સામગ્રી છે.
બાથરૂમમાં છૂપાઈને રડે છે આ દેશના રાષ્ટ્રપતિ, સમર્થકો સામે સ્વીકાર્યું, જાણો રડવાનું કારણ
ઈન્ડિયન નેવી પાસે કુલ 11 વિમાનોનો કાફલો
અત્રે જણાવવાનું કે ભારતીય નેવીના કાફલામાં કુલ 11 પી-8આઈ વિમાન (P-8I Plane) છે. આ વિમાનોનું ઉત્પાદન અમેરિકી વિમાની કંપી બોઈંગે કર્યું છે. પી-8આઈ વિમાન તેની સબમરીન વિરોધી યુદ્ધક ક્ષમતાઓ સાથે જ આધુનિક સમુદ્રી ડ્રોન ક્ષમતાઓ માટે પણ જાણીતું છે. ઈન્ડો પેસિફિક એરિયામાં ચીની સબમરિનોથી વધી રહેલા પડકારનો પહોંચી વળવા માટે આ ડીલ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.
(અહેવાલ- સાભાર ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube