બાથરૂમમાં છૂપાઈને રડે છે આ દેશના રાષ્ટ્રપતિ, સમર્થકો સામે સ્વીકાર્યું, જાણો રડવાનું કારણ

તેમણે વધુમાં કહ્યું કે મારી પત્નીને લાગે છે કે હું શક્તિશાળી વ્યક્તિ છું. મને લાગે છે કે તે મોટા ભાગે સાચી પણ છે. તો આખરે એવું કેમ થાય છે કે મારે આ પ્રકારે રડવું પડે છે?

Updated By: Oct 20, 2021, 01:57 PM IST
બાથરૂમમાં છૂપાઈને રડે છે આ દેશના રાષ્ટ્રપતિ, સમર્થકો સામે સ્વીકાર્યું, જાણો રડવાનું કારણ
ફાઈલ ફોટો

બ્રાસીલિયા: બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝૈર બોલસોનારોને જ્યારે આકરા નિર્ણય લેવા હોય ત્યારે તેઓ બાથરૂમમાં છૂપાઈને રડી લે છે. આ ખુલાસો તેમણે પોતે કર્યો છે. અત્રે જણાવવાનું કે પોતાના અજીબોગરીબ નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા બ્રાઝિલના રાષ્ટ્રપતિની લોકપ્રિયતા નીચલા સ્તરે પહોંચી ગઈ છે. કારણ છે કોરોના મહામારીને લઈને તેમનું વલણ. બોલસોનારોએ ક્યારેય કોરોનાને ગંભીરતાથી લીધો નહીં. હાલમાં જ રસી ન મૂકાવવાના કારણે તેમને ફૂટબોલ મેચ જોતા અટકાવવામાં આવ્યા હતા. 

પત્નીને ખબર હોતી નથી
ડેઈલી મેઈલના રિપર્ટ મુજબ રાષ્ટ્રપતિ ઝૈર બોલસોનારોએ રાજધાની બ્રાઝીલિયાના એક ચર્ચ બહાર પોતાના સમર્થકોની સામે કહ્યું કે 'કપરા નિર્ણયો લેતા પહેલા તેઓ બાથરૂમમાં છૂપાઈને રડી લે છે. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે. આપણા સુરક્ષાદળોને ક્યાં મોકલવાના છે. હું કેટલીયવાર ઘરના  બાથરૂમમાં એકલો રડી લઉ છું. મારી પત્ની (મિશેલ બોલસોનારો) એ પણ ક્યારેય આ જોયું નથી.'

Diwali Bonus: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, દિવાળી બોનસ પર મોટું અપડેટ, જાણો કેટલા મળશે પૈસા

ફરી ચૂંટણી લડશે કે નહીં?
તેમણે વધુમાં કહ્યું કે મારી પત્નીને લાગે છે કે હું શક્તિશાળી વ્યક્તિ છું. મને લાગે છે કે તે મોટા ભાગે સાચી પણ છે. તો આખરે એવું કેમ થાય છે કે મારે આ પ્રકારે રડવું પડે છે? જ્યારે મારે કપરાં નિર્ણય લેવાના હોય ત્યારે હું આવું કરું છું. જો કે રાષ્ટ્રપતિએ એ ન જણાવ્યું કે તેઓ 2022માં ચૂંટણી લડશે કે નહીં. તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2019થી શરૂ થયો હતો અને હવે તેમની પાર્ટી પ્રત્યે લોકોમાં ખુબ ગુસ્સો છે. કોવિડ-19 મહામારી દરમિયાન તેમની સરકારનું અપ્રુવલ રેટિંગ ગગડીને 22 ટકા સુધી પહોંચી ગયું છે જે તેમના પદભાર સંભાળ્યા બાદ સૌથી નીચલા સ્તરે છે. 

માથાભારે પ્રેમીએ જાહેરમાં Ex ગર્લફ્રેન્ડ પર ચાકૂથી હુમલો કરી મોત નિપજાવ્યું, Video જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube