નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ વિદેશોમાં કોવિડ-19ના કારણે ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરી દીધું છે. ભારતીય નૌસેનાના આઇએનએસ જલશ્વ અને આઇએનએસ મગર માલદીવથી ભારતીયોને લાવવા માટે રવાના થઇ ગયા છે. ભારતીયોની પહેલી ટુકડીને 8મેના રોજ માલેથી લાવવામાં આવશે. આ ટુકડીમાં 1000 સુધી ભારતીયો હોવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલેમાં ભારતીય દૂતાવાસ તે ભારતીયોની યાદી તૈયાર કરી રહ્યું છે જેમને પરત લાવવાના છે. માલદીવ સરકાર આ ભારતીયોની મેડિકલ સ્ક્રીનિંગ કર્યા બાદ નૌસેનાના જહાજોમાં મોકલશે. આ તમામ માટે જહાજોમાં મેડિકલની સુવિધાઓ સહિત તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છ્હે. તેને કોચી લાવવામાં આવશે. જ્યાં તેમનું સ્ક્રીનિંગ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


આઇએનએસ જલશ્વ અને આઇએનએસ મગર બંને જ એંફીબિયસ શિપ છે એટલે તેના દ્વારા મોટી સંખ્યામાં સૈનિકોને સમુદ્રના માર્ગે સીધા તટ પર ઉતારી શકાય છે. હવે આ બંને જહાજ માલદીવથી ભારતીયોને ઘરે લાવવા કામ આવશે. આ જહાજોથી એકવારમાં લગભગ 1000 લોકોને લાવી શકાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube