નવી દિલ્હી: ભારતીય નેવીને વધુ એક સફળતા મળી છે. નેવીએ આજે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (Brahmos supersonic cruise missile)ના એન્ટી શિપ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ મિસાઈલનું પરીક્ષણ આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં કરાયું. એન્ટી શિપ બ્રહ્મોસ મિસાઈલ આઈએનએસ રણવિજયથી બંગાળની ખાડીમાં છોડવામાં આવી. જ્યાં વધુમાં વધુ અંતરના ટાર્ગેટ પર સટીક નિશાન લગાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકરે શિવસેના જોઈન કરી, માતોશ્રીમાં કર્યું આ કામ


નેવીની તાકાતમાં વધારો
ભારતીય વાયુસેના અને ભારતીય નેવીની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ ક્રમમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન એક પછી એક ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસના પણ અલગ અલગ સંસ્કરણોનું પરીક્ષણ કરાયું છે. આ મિસાઈલ ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસોથી બનાવવામાં આવેલી મિસાઈલ છે. કહેવાય છે કે હજુ  આવનારા સમયમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના વધુ અલગ અલગ સંસ્કરણોનું પરીક્ષણ થનાર છે. 


Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 હજારથી વધુ નવા કેસ, આ રાજ્યોમાં સ્થિતિ ગંભીર


દુનિયાની સૌથી તેજ ઝડપવાળી મિસાઈલ
ભારત-રશિયાના સંયુક્ત સાહસ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા સતત સફળતાપૂર્વક સૈન્ય શક્તિને વધારવામાં આવી રહી છે. બ્રહ્મોસ પોતાની શ્રેણીમાં દુનિયાની સૌથી તેજ ઝડપવાળી મિસાઈલ છે. ડીઆરડીઓએ આ મિસાઈલ પ્રણાલીની મર્યાદા 290 કિમીથી વધારીને લગભગ 450 કિલોમીટર કરી છે. બ્રહ્મોસ મિસાઈલને સબમરીન, જહાજ, વિમાનો કે જમીનથી છોડી શકાય છે. 


મહત્વપૂર્ણ રણનીતિક સ્થાનો પર બ્રહ્મોસ તૈનાત
LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે પહેલેથી લદાખ અને અરુણાચલ પ્રદેશમાં મહત્વપૂર્ણ રણનીતિક સ્થાનો પર બ્રહ્મોસ મિસાઈલો તૈનાત કરી દીધી છે. એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતની વધતી સૈન્ય તાકાત મુદ્દે આ પરીક્ષણ ખુબ મહત્વનું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube