Indian Oil માં બંપર ભરતી, 60 હજારથી શરૂ થશે પગાર
ઇન્ડિયન ઓઇલ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે
નવી દિલ્હી : તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (Indian Oil)એ 25 પદો પર નિયુક્તિઓ કરવા માટે અરજી મંગાવી છે. આ નિયુક્તિઓ સંશોધન અધિકારી અને મુખ્ય સંશોધન પ્રબંધકનાં પદ પર કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને ફરીદાબાદ ખાતેનાં સંશોધન અને વિકાસ (આરએન્ડડી) ફેસિલિટીમાં નિયુક્તિ આપવામાં આવશે. જો તમે પણ સંબંધિત પદો પર અરજી કરવા માંગો છો તો ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ iocl.com પરથી ઓનલાઇન એપ્લીકેશન કરી શકો છો. અરજી કરવાની અંતિમ તારીખ 21 મે 2019 છે. પદો સાથે સંબંધિત યોગ્યતા અને પગારની માહિતી નીચે મુજબ છે.
બેકોપ્સ કંપની મુદ્દે રાહુલ પર જેટલીનો શાબ્દિક પ્રહાર, સંરક્ષણ સોદાઓ માટે નકલી કંપનીઓ બનાવી
સંશોધન અધિકારી પદ-1
ઉંમર : મહત્તમ 32 વર્ષ
પગાર : 60 હજારથી 1,80,000 રૂપિયા સુધી. પસંદગી પામેલા ઉમેદવારોને સમયાંતરે સંશોધિત ઇન્ડિયન ઓઇલનાં નિયમો અનુસાર મોંઘવારી ભથ્થું (ડીએ) અન્ય ભથ્થા પણ પ્રાપ્ત થશે.
મહેબુબા મુફ્તીની આતંકવાદીઓને અપીલ! રમઝાન દરમિયાન હુમલા નહી કરવા અપીલ
મુખ્ય સંશોધન પ્રબંધક, પોસ્ટ-1
ઉંમર : 45 વર્ષ મહત્તમ
વેતન : 1,00,000 - 2,60,000 રૂપિયા સુધી. પસંદગી પામેલા ઉમેદવારોને સમયાંતરે સંશોધિત ઇન્ડિયન ઓઇલનાં નિયમો અનુસાર મોંઘવારી ભથ્થું (ડીએ) અને અન્ય ભથ્થાઓ પ્રાપ્ત થશે.
અરવિંદ કેજરીવાલનાં રોડ શો દરમિયાન એક વ્યક્તિએ માર્યો લાફો, આપનો BJP પર આરોપ
આ રીતે કરો ઓનલાઇન અરજી
-અરજી કરતા પહેલા સંબંધિત દિશા નિર્દેશમાં પોતાની યોગ્યતા તપાસો
- ઓનલાઇન અરજી માટે સૌથી પહેલા ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ iocl.com ના હોમ પેજ પર જાઓ.
- હોમ પેજ પર તમારી ડાબી તરફ 'Whats new' સેક્શન મળશે. હવે તેમાં 'Indian Oil for Career' લિંક પર ક્લિક કરો.
- અહીં દિશાનિર્દેશોને ધ્યાનપુર્વક વાંચો અને પોતાની યોગ્યતા અનુસાર તપાસ કરો. ઓનલાઇન અરજી માટે અપાયેલી તમામ માહિતી વાંચી લો.
- ઓનલાઇન અરજી 22 એપ્રીલથી ચાલુ થઇ ચુક્યું છે, જે 21 મેનાં રોજ બપોરે 3 વાગ્યા સુધી એક્ટિવ રહેશે.
- અરજી ચાલુ કરતા પહેલા તમામ ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી પોતાની પાસે રાખો. તેને અરજી દરમિયાન અપલોડ કરવી પડશે.
- પીએચડી દરમિયાન કરાયેલા સંશોધન કાર્યને કાર્ય અનુભવ નહી માનવામાં આવે. તમામ યોગ્યતાઓ કોઇ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી-સંસ્થા-બોર્ડથી પુર્ણ કાલિન અભ્યાસક્રમનાં માધ્યમથી પ્રાપ્ત કરવામાં આવવી જોઇએ.
ઉમેદવારોને મળશે આ સુવિધાઓ
પસંદગી પામેલા ઉમેદવારોનાં અન્ય લાભમાં પોસ્ટિંગના સ્થાન અનુસાર એચઆરએ, મેડિકલ ફેસિલિટી, ગ્રેજ્યુટી, ભવિષ્ય નિધિ, કર્મચારીઓની પેંશન યોજના, સમુહ વ્યક્તિ દુર્ઘટના યોજના, રજા વગેરે તમામ સરકારી સુવિધાઓ પ્રાપ્ત થશે.