આજે 3.30 કલાક બંધ રહેશે રેલવેનું રિઝર્વેશન સિસ્ટમ, બુક નહી થાય ટિકિટ, આ છે કારણ
Indian Railways Latest News: જો તમે રેલવે ટિકિટ બુકિંગ કે કેન્સલ કરાવવા માંગતા હોવ તો 22-23 એપ્રિલના રોજ તેને ઇગ્નોર કરો. રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ અપડેટ થવાના કારણે લગભગ સાડા ત્રણ કલાક સુધી ટિકિટ બુકિંગના કામમાં અડચણ આવશે.
Indian Railways Passenger Reservation System in Delhi: જો તમે રેલવે દ્વારા મુસાફરી કરો છો, તો તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. હકીકતમાં, 22 અને 23 એપ્રિલના રોજ લગભગ સાડા ત્રણ કલાક માટે રેલવેની પેસેન્જર રિઝર્વેશન સર્વિસ (PRS) ખોરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન તમે ન તો ટિકિટ કેન્સલ કરાવી શકશો કે ન તો ટિકિટ રિઝર્વેશન કરાવી શકશો. એટલું જ નહીં, તમે આ સમયગાળા દરમિયાન સીટોનું ઓનલાઈન બુકિંગ, ચાર્ટિંગ, કાઉન્ટર ઈન્ક્વાયરી અથવા EDI સેવાઓનો લાભ લઈ શકશો નહીં.
આજે રાત્રે રેલવે બુકિંગમાં સમસ્યા થશે
ભારતીય રેલવે તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 22-23 એપ્રિલના રોજ, તમે 139 નંબર પર કૉલ કરીને ટ્રેનના સંચાલન (Passenger Reservation System) સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકશો નહીં. આ સમય દરમિયાન તમે દિલ્હી રેલવે સ્ટેશન પર જઈને ન તો કોઈ ટિકિટ બુક કરાવી શકો છો કે ન તો કેન્સલ કરાવી શકો છો. લગભગ સાડા ત્રણ કલાક સુધી મુશ્કેલીનો સામનો કર્યા બાદ આ સુવિધા ફરી શરૂ કરવામાં આવશે.
ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર
રિઝર્વેશન-કેન્શલેશન કરી શકશો નહી
ભારતીય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, ડેટાબેઝ કમ્પ્રેશન એક્ટિવિટી અપડેટ થવાને કારણે PRS સિસ્ટમ (Passenger Reservation System) અસ્થાયી રૂપે ખોરવાઈ જશે. આ કારણે દિલ્હી PRSની તમામ સેવાઓ 22 એપ્રિલે રાત્રે 11.45 વાગ્યાથી 23 એપ્રિલ 2023ના રોજ સવારે 3.15 વાગ્યા સુધી બંધ રહેશે. આ 3.30 કલાક દરમિયાન લોકો પૂછપરછ સેવા, રિઝર્વેશન, કેન્સલેશન, ઈન્ટરનેટ બુકિંગ અને EDR સેવાનો લાભ લઈ શકશે નહીં.
Weight Gain Tips: દુબળા-પતળા ક્યાંથી સુધી રહેશો, આ રીતે વધારો વજન
કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે
Air India: કોકપિટને જ બનાવી દીધો લિવિંગ રૂમ, મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
આખરે PRS સિસ્ટમ શું છે?
રેલવે (Indian Railways) અધિકારીના જણાવ્યા અનુસાર, દરેક રેલવે સ્ટેશન પર ઓફલાઈન ટિકિટ બુક કરવા માટે PRS સિસ્ટમ છે. આ સિસ્ટમ (Passenger Reservation System)ની મદદથી રેલવે ટિકિટિંગ સિસ્ટમ કામ કરે છે. આ સાથે રેલવે સ્ટેશનો પર રિઝર્વેશન, ઇન્ક્વાયરી સિસ્ટમ, કેન્સલેશન જેવા કામો કરવામાં આવે છે. વર્કલોડ વધવાને કારણે તેના પર કામનો ભારે બોજ છે, જેના કારણે તેને સમયાંતરે અપગ્રેડ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. તેના અપડેટ પછી, સેવા ઝડપી બને છે અને બુકિંગની ઝડપ વધે છે.
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube