કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે

આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે

weight loss food: જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં કરતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જાય તો પણ યુવતીઓ દોડા દોડ કરી મૂકે છે... પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે. 

શું તમે જાણો છો કે કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે જેનાથી તે પરેશાન થવા લાગે છે . ખાસ કરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા. જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય છે એ માટે  કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવો....

5 માર્ગો જે તમારા પેટની ચરબી ઓછી કરવામાં મદદરૂપ બનશે...

1- અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો - 
જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

2- યોગાસન જરૂરી છે - 
કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

3- ખાનપાન સંતુલિત રાખો - 
જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.

4- મધ છે ફાયદાકારક - 
મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.

5- ગ્રીન ટી પણ મદદ કરશે - 
તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news