Indian Railway Interesting Facts: આપણા દેશમાં ટ્રેનની મુસાફરી સૌથી આરામદાયક માનવામાં આવે છે અને લાખો લોકો દરરોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેન દ્વારા જાય છે. તમે પણ કોઈ ને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી હશે, તો તમે જોયું જ હશે કે રેલ્વે ટ્રેક પર પથ્થરો નાખવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે શા માટે  પથ્થરો નાખવામાં આવે છે અને જો તેને પાટા પર ન નાખવામાં આવે તો શું થશે? તો ચાલો તમને જણાવીએ કે શા માટે રેલવે ટ્રેક પર તીક્ષ્ણ પથ્થરો નાખવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર, 1 વર્ષમાં 24 હજાર કરોડ વધ્યું
લંડન સે આયા શિવભક્ત : વિદેશી પોલીસ અધિકારીએ ભારતીયની જેમ મંદિરમાં પૂજા કરી
શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? એકવાર વાંચી લેજો આ રીપોર્ટ


રેલવે ટ્રેક પર પથ્થરો કેમ નાખવામાં આવે છે?


રેલ્વે ટ્રેક પર નાખવામાં આવેલા આ પથ્થરોને સંયુક્ત રીતે ટ્રેક બેલેસ્ટ કહેવામાં આવે છે અને તેને નાખવાના બે કારણો છે. પહેલું કારણ એ છે કે પત્થરો ટ્રેકની નીચે લાગેલી પટ્ટીઓને એટલે કે સ્લીપર્સને ફેલાતા અટકાવે છે. બીજું કારણ એ છે કે આ પત્થરો ટ્રેનો ચાલવાને કારણે ટ્રેકમાં આવતા વાઇબ્રેશનને પણ ઘટાડે છે. આ સાથે રેલ્વે ટ્રેક પર પથ્થરો નાખવાના કારણે ટ્રેક પર કોઈપણ પ્રકારનું ઘાસ ઉગતું નથી.



આ પણ વાંચો:
બેંકમાં નોકરી કરવાની સોનેરી તક, મળશે એક લાખથી વધુ પગાર, જલ્દી કરો અરજી
ક્યારથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, તમામ વિગતો
આ ઘરગથ્થુ નુસખા સામે નહીં ચાલે Blackheads ની જીદ, એકવારમાં જ થઈ જશે દુર


શા માટે માત્ર તીક્ષ્ણ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે?


રેલવે ટ્રેક પર માત્ર ધારદાર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. વાસ્તવમાં, તીક્ષ્ણ પથ્થરો સ્લીપર્સને જકડી રાખે છે અને તેમને ફેલાવવા દેતા નથી. માટે જો તેની જગ્યાએ ગોળ પથ્થરો મૂકવામાં આવે તો તે વાઇબ્રેશનને કારણે સરકી જશે અને તેના કારણે અકસ્માત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube