આ ઘરગથ્થુ નુસખા સામે નહીં ચાલે Blackheads ની જીદ, એકવારમાં જ થઈ જશે દુર

Blackheads Solution : બ્લેકહેડ્સ એવી સમસ્યા છે જેનાથી છુટકારો મેળવવા માટે યુવતીઓ મોંઘી બ્યુટી પ્રોડક્ટસ નો ઉપયોગ કરે છે અને ટ્રીટમેન્ટ પણ કરાવે છે. જોકે તેમાં ખર્ચો વધારે થાય છે. તો આજે તમને બ્લેકહેડ્સની સમસ્યાને કાયમી દૂર કરવા માટેનો અચૂક ઉપાય જણાવીએ. જેમાં એક પણ રુપિયાનો ખર્ચ નહીં થાય.

આ ઘરગથ્થુ નુસખા સામે નહીં ચાલે Blackheads ની જીદ, એકવારમાં જ થઈ જશે દુર

Blackheads Solution : દરેક યુવતી ઈચ્છે છે કે તેની ત્વચા ક્લિયર અને ગ્લોઇંગ દેખાય. પરંતુ આજના સમયમાં લાઈફ સ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે ત્વચા ઝડપથી ડેમેજ થવા લાગે છે. સાથે જ ત્વચાની રંગત ને બ્લેકહેડ્સ ઝાંખી પાડે છે. બ્લેકહેડ્સ એવી સમસ્યા છે જેનાથી છુટકારો મેળવવા માટે યુવતીઓ મોંઘી બ્યુટી પ્રોડક્ટસ નો ઉપયોગ કરે છે અને ટ્રીટમેન્ટ પણ કરાવે છે. જોકે આ બંને વસ્તુમાં કેમિકલ નો ઉપયોગ થાય છે અને સાથે તેમાં ખર્ચો પણ વધારે થાય છે. તો આજે તમને બ્લેકહેડ્સ ની સમસ્યાને કાયમી દૂર કરવા માટેનો એક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી તમારી ત્વચાની ડેડ સ્કીન પણ દૂર થઈ જશે અને જીદ્દી બ્લેકહેડ્સ પણ સરળતાથી દૂર થશે. આ ઉપચાર માટે તમારે વધારે ખર્ચો પણ નહીં કરવો પડે. ઘરમાં ઉપલબ્ધ વસ્તુથી જ આ માસ્ક બની જશે.

ફેસપેક બનાવવાની સામગ્રી

આ પણ વાંચો: 

ઘઉંનો લોટ બે ચમચી 
દહીં એક ચમચી 
મધ એક ચમચી 
હળદર એક ચપટી 
અધકચરી વાટેલી ખાંડ

લોટનો ફેસપેક કેવી રીતે બનાવવો ?

આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં ઉપરોક્ત બધી સામગ્રી એકત્ર કરો અને પછી તેને બરાબર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. 

કેવી રીતે ફેસપેકનો કરવો ઉપયોગ ?

સૌથી પહેલા ચહેરાને બરાબર સાફ કરી લેવો. ત્યાર પછી તૈયાર કરેલો ફેસપેક નાકની આસપાસ બરાબર રીતે લગાવો. દસ મિનિટ માટે ફેસપેકને રહેવા દો અને પછી તે જગ્યા પર મસાજ કરીને ફેસપેકને કાઢો. ત્યાર પછી ચહેરાને બરાબર રીતે સાફ કરી લો. આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવાથી જિદ્દી બ્લેકહેડ્સ દૂર થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news