ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર, 1 વર્ષમાં 24 હજાર કરોડ વધ્યું

Gujarat Government Debt : ગુજરાતના બજેટ કરતાં પણ દેવાનો આંકડો ઉંચો છે. દેશમાં ગુજરાત એ દેવામાં 7માં ક્રમાંકનું રાજ્ય છે. વિકાસ માટે રૂપિયા જોઈએ અને એ માટે દેવું કરવું પડે એ યોગ્ય છે પણ દેવું ભરપાઈ કરવાનું યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે

ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર, 1 વર્ષમાં 24 હજાર કરોડ વધ્યું

Gujarat Government Debt : દેવું કરવું તો ઓછું કેમ કરવું. ગુજરાતની વિકાસશીલ સરકાર દેવું કરીને ઘી પી રહી છે. પહેલાંની સરકારે ઓછું દેવું કર્યું નથી તો આ સરકાર કેમ પાછળ રહે એમ સતત વિકાસના નામે દેવું વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં દેવામાં 24 હજાર કરોડનો વધારો થયો છે. હવે સ્થિતિ એવી છે કે, સરકારના બજેટ કરતાંય જાહેર દેવું દોઢ લાખ કરોડ વધુ  થઈ ગયું છે. જો રાજ્ય સરકાર માત્ર વ્યાજ ચૂકવવાનો નિર્ણય કરે તો પણ દોઢ વર્ષનો સમય લાગે. ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ વિકાસના નામે સતત દેવું વધારી રહી છે. સરકાર વિકાસ કરવા માગે છે તો દેવું વધવાનું એવો તમામનો મત છે. સરકારનું દેવું રૂા. ૪ લાખ કરોડને પાર થઈ ગયું છે. હવે દરેક ગુજરાતીના માથે રૂા. ૬ ૩ હજારનું દેવું પહોંચી ગયું છે. ભલે નાનું બાળક હોય કે સીનિયર સીટિઝન પણ ગુજરાતીઓ માથે વિકાસના નામે દેવાનો બોજ વધારી દેવાયો છે. ગુજરાતની પ્રજા એવું કહી રહી છે કે 157 સીટો જીતાડી છે, તો દેવું તો સરકાર માથે આપવાની જ છે. ગુજરાતની વિકાસશીલ ગણાતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં દેવું પણ વધવાનું છે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાત સરકારના બજેટ કરતાં પણ રોકેટ ગતિએ જ વધી રહ્યું છે. છેલ્લાં એક જ વર્ષમાં જાહેર દેવું દોઢેક લાખ કરોડ વધું છે જે ચિંતાજનક છે. ગુજરાત સરકારના જાહેર દેવામાં રૂપિયા ૨૪,૦૫૧ કરોડનો વધારો થયો છે. 

દેશમાં ગુજરાત દેવામાં 7માં ક્રમાંકનું રાજ્ય
વિકાસ એ સારી બાબત છે પણ સ્થિતિ એવી પણ ન થવી જોઈએ કે બજેટના રૂપિયા વિકાસશીલ કામોમાં ફાળવવાને બદલે દેવાની સામે વ્યાજ ચૂકવવામાં ફાળવવા પડે કારણ કે સ્થિતિ એ જ રહેવાની છે. હાલમાં ગુજરાતના બજેટ કરતાં પણ દેવાનો આંકડો ઉંચો છે. દેશમાં ગુજરાત એ દેવામાં 7માં ક્રમાંકનું રાજ્ય છે. વિકાસ માટે રૂપિયા જોઈએ અને એ માટે દેવું કરવું પડે એ યોગ્ય છે પણ દેવું ભરપાઈ કરવાનું યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે. અર્થશાસ્ત્રીઓના મત અનુસાર  જો આ જ પરિસ્થિતી રહી તો ગુજરાતમાં નાગરિકોએ દેવાના ભાર તળે જીવવુ પડશે. વર્ષ 1996માં ગુજરાત સરકારનું દેવું 14,800 કરોડ હતું. તે વર્ષ 2022માં વધીને 4.02 લાખ કરોડે પહોંચી ગયું છે. 

આ પણ વાંચો : 

વિકાસના નામે ગુજરાત સરકાર દેવુ કરી રહી છે
એક બાજુ, રાજ્ય સરકાર દાવી તે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં સમય લાગે. કરી રહી છે કે, ગુજરાતમાં અર્થતંત્રની ગાડી પૂરપાટે દોડી રહી છે. બીજી તરફ, વિકાસના નામે ગુજરાત સરકાર દેવુ કરી રહી છે. રાજ્ય સરકાર પ્રથમ સત્રમાં ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવા જઇ રહી છે. આ વર્ષે સરકાર જે દેવુ કરશે તેમાં ૪૦ ટકા રકમ જૂના દેવાની ભરપાઇમાં વપરાઇ જશે તેવું જાણકારોનું કહેવું છે. વર્ષ ૨૦૧૬થી માંડીને વર્ષ ૨૦૨૧ સુધી ગુજરાત સરકારે રૂ.૧,૪૪, ૯૫૧ કરોડની લોન લીધી છે. એટલુ જ નહી, વર્ષ ૨૦૧૫-૧૬થી માંડીને વર્ષ ૨૦૧૯-૨૦ સુધી રૂા.૮૬, ૧૨૦ કરોડ તો વ્યાજ પેટે ચૂકવ્યા છે. 

સરકારના જાહેર દેવામાં ૯.૪૨ ટકાનો વધારો
છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાત સરકારના જાહેર દેવામાં ૯.૪૨ ટકાનો વધારો થયો છે. વર્ષ 2020-21માં ગુજરાત સરકારનું જાહેર દેવું 3.29 લાખ કરોડ હતું, જે 2022-23માં વધીને  ૪,૦૨,૭૮૫ કરોડે પહોચ્યું છે. જાહેર દેવામાં આખાય દેશમાં ગુજરાત સાતમા કમે રહ્યું છે, સરકારની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર કેમ દેવું કરી રહી છે એ સૌથી મોટો સવાલ છે. વિકાસશીલ સરકાર પ્રગતિ કરી રહી છે તો આવક સામે પણ સવાલો ઉભા થયા છે. દેવું કરીને વિકાસ કરવો એ અધોગતિની નિશાની છે.  

દેવુ ચૂકવવા સરકાર પાસે કોઈ યોજના નથી
દેવુ ચૂકવવા માટે રકમ કેવી રીતે એકઠી કરવી તેની સરકાર પાસે કોઇ ચોક્કસ યોજના નહીં હોય તો દેવુ કરીને ઘી પીવા જેવી સ્થિતિ પેદા થશે. કારણ કે દેવું કેવી રીતે ચૂકવવું એ આયોજન પણ જરૂરી છે. હાલમાં બજેટમાં જે જોગવાઈઓ થાય છે એમાં મોટાભાગનો હિસ્સો ગુજરાત સરકારે લીધેલી લોનના વ્યાજ ભરપાઈમાં અલગથી ફાળવાઈ જાય છે. આમ જે પૈસા વિકાસ માટે ફાળવવવા જોઈએ એ રૂપિયા વ્યાજ ચૂકવવામાં જઈ રહ્યાં છે. સરકાર માટે આ વ્યાજ માથાનો દુખાવો બની રહ્યું છે. સરકારે જંત્રીમાં વધારો કરીને 20 હજાર કરોડની આવકમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news