ગલવાન ઘાટીમાં ભારતીય સેનાએ ફરકાવ્યો તિરંગો, નવા વર્ષે ડ્રેગનને આપ્યો મજબૂત સંદેશ
હવે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો તરફથી તિરંગો ફરકાવવાને ચીનને વળતો જવાબ માનવામાં આવી રહ્યો છે. ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ બાદ સ્થિતિ બદલાય છે. ઘણા રાઉન્ડની વાતચીત બંને દેશો વચ્ચે થઈ ચુકી છે અને ત્યારબાદ મોર્ચા પરથી ચીને પોતાના સૈનિકોની તૈનાતીને ઓછી કરી છે કે હટાવી લીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ નવા વર્ષ પર લદ્દાખની ગલવાન ઘાટીમાં સરહદ પર તિરંગો ફરકાવ્યો છે. ભારતીય સેનાના સૂત્રો પ્રમાણે સૈનિકોએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર તિરંગો ફરકાવ્યો હતો. ભારતીય સેના તરફથી તિરંગો ફરકાવવાના સમાચાર તેવા સમયે આવ્યા છે, જ્યારે મીડિયાના એક વર્ગમાં ચીન દ્વારા ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવવાના સમાચાર સામે આવ્યા હતા. આ પહેલા પણ તે ખબર હતી કે ચીને અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારના નવા નામ રાખ્યા છે. ચીને વિવાદિત લેન્ડ બાઉન્ડ્રી લોને લાગૂ કરવા પહેલા આ પગલું ભર્યું હતું.
આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા પાછલા ગુરૂવારે કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, અમને કેટલાક મીડિયા રિપોર્ટના માધ્યમથી ચીન તરફથી અરૂણાચલના કેટલાક ભાગના નામ બદલવાની માહિતી મળી હતી. પરંતુ નામ બદલવાથી હકીકત બદલતી નથી. અરૂણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ હતું અને આગળ પણ રહેશે. ચીનના પગલાં વિશે પૂછવા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ચીને 2017માં પણ આ પ્રકારનું પગલું ભર્યુ હતું. 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. આ સિવાય ઘણા મીડિયા રિપોર્ટમાં ચીનના 40 સૈનિકોના મોતના સમાચાર સામે આવ્યા હતા.
આ પણ વાંચોઃ Delhi: નવી દારૂ પોલિસી વિવાદમાં સપડાઈ, કુમાર વિશ્વાસે કેજરીવાલ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
હવે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો તરફથી તિરંગો ફરકાવવાને ચીનને વળતો જવાબ માનવામાં આવી રહ્યો છે. ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ બાદ સ્થિતિ બદલાય છે. ઘણા રાઉન્ડની વાતચીત બંને દેશો વચ્ચે થઈ ચુકી છે અને ત્યારબાદ મોર્ચા પરથી ચીને પોતાના સૈનિકોની તૈનાતીને ઓછી કરી છે કે હટાવી લીધી છે. ખાસ કરીને દેપસાંગ અને હોટ સ્પ્રિંગ્સથી ચીની સૈનિકોની વાપસી થઈ છે, જ્યાં બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી તણાવની સ્થિતિ બનેલી હતી. ભારત સરકાર તરફથી ઘણીવાર કહેવામાં આવ્યું છે કે ચીન તરફથી સરહદની સ્થિતિને એકતરફી રીતે બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ વિવાદનું કારણ છે.
ચીની મીડિયાએ શેર કર્યો હતો, PLA ના સૈનિકોનો વીડિયો
ભારત અને ચીનની સેનાઓએ વાસ્તવિક સરહદ પર 10 બોર્ડર પોઈન્ટ્સ પર એકબીજાને મિઠાઈ આપી હતી. પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે જારી તણાવને જોતા આ ગર્મજોશીને મહત્વની માનવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન ચીની મીડિયાએ એક વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોને ગલવાનમાં ઝંડો ફરકાવતા દેખાડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube