નવી દિલ્હી : ભારતીયોએ 1980થી માંડીને વર્ષ 2010 વચ્ચે 30 વર્ષના સમયગાળામાં આશરે 246.48 અબજ ડોલર (17,25,300 કરોડ રૂપિયા) 490 અબજ ડોલર (34,30,000 કરોડ રૂપિયા)  વચ્ચે કાળા નાણા દેશી બહાર મોકલવામાં આવ્યા. ત્રણ અલગ અલગ દિગ્ગજ સંસ્થાઓ NIPFP,NCAER અને NIFM દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરીથી બગડી મુલાયમ સિંહ યાદવની તબિયત, 15 દિવસમાં ત્રીજી વખત દાખલ
સોમવારે લોકસભામાં રજુ થનારા ફાઇનાન્સ પર સ્ટેન્ડિંગ કમિટીના એક અહેવાલ અનુસાર ત્રણેય સંસ્થાઓ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે જે સેક્ટરમાં સૌથી વધારે કાળુ નાણુ મળી આવ્યું છે, તેમાં રિયલ એસ્ટેટ, માઇનિંગ, ફાર્માસ્યુટિકલ, પાન મસાલા, ગુટખા, તંબાકુ, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને એજ્યુકેશન છે. 


ટ્રિપલ તલાક બિલ અંગે આઝમ ખાને કહ્યું કુરાનથી અલગ કોઇ મંતવ્ય મંજુર નહી
બળાત્કાર હત્યાના દોષીત રામ રહીમને મળશે જામીન? જેલ મંત્રીએ કહ્યું "વ્યવહાર" સારો
કાળાનાણા અંગે કોઇ વિશ્વસનીય અનુમાન નહી
કમિટીના "સ્ટેટ ઓફ અન એકાઉન્ટિંગ ઇનકમ/વેલ્થ બોથ ઇનસાઇડ એન્ટ આઉટ સાઇ ધ કંટ્રી એ ક્રિટિકલ એનાલિસિસ" નામના અહેવાલમાં દાવો કવરામાં આવ્યો કે, કાળા નાણા પેદા થવા અથવા એકત્ર થવા મુદ્દે કોઇ વિશ્વસનીય અનુમાન નથી અને ન તો આ પ્રકારનું અનુમાન વ્યક્ત કરવા માટે કોઇ સર્વસામાન્ય પદ્ધતી છે. આ અંગે તમામ અનુમાનની માળખાગત માન્યા અને તેમાં કરવામાં આવેલા સમયોજનોની બારિકીઓ પર નિર્ભર કરે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધી જે પણ અનુમાન ચાલી રહ્યા છે, તેમાં કોઇ એકરૂપતા અથવા તપાસની પદ્ધતી અને દ્રષ્ટિકોણ અંગે કોઇ એક મંતવ્ય થઇ શક્યું નથી.