ફરીથી બગડી મુલાયમ સિંહ યાદવની તબિયત, 15 દિવસમાં ત્રીજી વખત દાખલ

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને મેનપુરી સાંસદ મુલાયમ સિંહ યાદવ (mulayam singh yadav) ની તબિયત બગડતા સોમવારે કૌશંબીના યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલામય સિંહની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે મુલાયમ સિંહ યાદવને કિડનીને લગતી બિમારી છે. જેના પગલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની સાથે સપા નેતા ધર્મેન્દ્ર યાદવ પણ હાજર હતા. 
ફરીથી બગડી મુલાયમ સિંહ યાદવની તબિયત, 15 દિવસમાં ત્રીજી વખત દાખલ

ગાઝીયાબાદ : સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને મેનપુરી સાંસદ મુલાયમ સિંહ યાદવ (mulayam singh yadav) ની તબિયત બગડતા સોમવારે કૌશંબીના યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલામય સિંહની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે મુલાયમ સિંહ યાદવને કિડનીને લગતી બિમારી છે. જેના પગલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની સાથે સપા નેતા ધર્મેન્દ્ર યાદવ પણ હાજર હતા. 

બળાત્કાર હત્યાના દોષીત રામ રહીમને મળશે જામીન? જેલ મંત્રીએ કહ્યું "વ્યવહાર" સારો
પ્રાપ્ત માહિતી અનુસાર ડોક્ટરની એક ટીમ સતત તેમના સ્વાસ્થય પર નજર રાખી રહી છે. મળતી માહિતી અનુસાર મુલાયમ સિંહ યાદવનું શુગર લેવલ વધી રહ્યું છે. શુગરલેવલ નિયંત્રણમાં આવતાની સાથે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. અગાઉ 22 જુને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ તેમને શુગર લેવલ વધી જવાનાં કારણે ઘણી વખત દાખલ કરવામાં આવી ચુક્યા છે. 

રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદનલાલ સૈનીનું નિધન, એઇમ્સ લીધા અંતિમ શ્વાસ
અત્રે ઉલ્લેખનીય છે કે ખરાબ તબિયતનાં કારણે મુલાયમ સિંહ યાદવ લોકસભામાં શપથ લેવા માટે વ્હીલચેર પર ગયા હતા અને નિશ્ચિત સમય પહેલા જ શપથ ગ્રહણ કરી લીધા હતા. મુલાયમને અગાઉ 10 જુને પણ દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. છેલ્લા 15 દિવસમાં તેમને ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news