COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જે આંકડા સામે આવી રહ્યા છે તે ખુબ જ ચોંકાવનારા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 96,551 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ  કેસની સંખ્યા 45,62,415 પર પહોંચી ગઈ છે. જેમાંથી 9,43,480 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે રાહતની વાત એ પણ છે કે દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 35,42,664 લોકો સાજા થઈને ઘરે ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 1,209 લોકોનો ભોગ લીધો. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 76,271 પર પહોંચ્યો છે. 


Corona: ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, આ સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી કરાયેલા દેશવ્યાપી Sero સર્વેના પરિણામો ચોંકાવનારા છે. જે જણાવે છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણથી 69.4% લોકો સંક્રમિત થયા છે. 


સર્વેના પરિણામ જણાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં Sero પોઝિટિવિટી દર સૌથી વધુ 69.4 ટકા હતો જ્યારે શહેરના ઝૂપડાંઓમાં આ દર 15.9 ટકા અને શહેરના ઝૂપડપટ્ટી વગરના વિસ્તારોમાં 14.6 ટકા દર નોંધાયો છે. 


આ સર્વેક્ષણ 11 મેથી 4 જૂન સુધીમાં કરાયો હતો. જેમાં દેશના 21 રાજ્યોના 70 જિલ્લાઓના 700 ગામ અને વોર્ડ સામેલ હતાં. આ સર્વેમાં જાણવા મળ્યું કે 18-45 વર્ષના (43.3) આયુ વર્ગમાં Sero પોઝિટિવિટી દર સૌથી વધુ હતો. ત્યારબાદ 46-60 વર્ષ (39.5) અને 60થી ઉપરના આયુષ્યવાળા લોકોમાં સૌથી ઓછો સિરો પોઝિટિવિટી છે. 


આ VIDEOએ રિયાનો ભાંડો ફોડ્યો, પાર્ટીમાં બિન્દાસ ડ્રગ્સ લેતી જોવા મળી


કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા
દેશમાં વધતા કોરોના કેસ મામલે સરકારની ચિંતા વધારી છે. પરંતુ આ વચ્ચે ઔષધિ ક્ષેત્રની કંપની ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે ભારતમાં કોવિડ-19 સંક્રમિતની સારવાર માટે રેમ્ડેસિવિર (Remdesivir) દવાને બજારમાં જાહેર કરવાની જાહેરાત કરી. આ દવા રેડા-એક્સ બ્રાન્ડ નામ અંતર્ગત ઉપલબ્ધ થશે.


Good News: ગો કોરોના ગો... આ દેશમાં અઠવાડિયામાં Corona ની રસી નાગરિકો માટે ઉપલબ્ધ થશે


લાયસન્સ અંતર્ગત ભારતમાં બનશે રેમ્ડેસિવિર દવા
દવા કંપની તરફથી એક અખબારી યાદી બહાર પાડી કહેવામાં આવ્યું છે કે, આ દવા ગિલિડ સાયન્સિસ ઇન્ક (ગિલિડ)ની સાથે લાયસન્સ વ્યવસ્થા અંતર્ગત જાહેર કરવામાં આવી છે. ગિલિડે ડો. રેડ્ડીઝ લેકને રેમ્ડેસિવિર (Remdesivir)ને નોંધણી, ઉત્પાદન અને વેચાણનો અધિકાર આપ્યો છે. તેના અંતર્ગત અધિકાર ભારત સહિત 127 દેશોમાં કોવિડ-19ની સંભવિત સારવારના કામ આવતી આ દવા માટે આપવામાં આવ્યો છે.


100 એમજી માત્રામાં મળશે દવા
ભારતના ડ્રગ નિયંત્રક (ડીસીજીઆઇ)એ રેમ્ડેસિવિરનો ઉપયોગ ભારતમાં કોવિડ-19ના ગંભીર લક્ષણવાળી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર કટોકટીની પરિસ્થિતિમાં કરવાની મંજૂરી આપી છે. કંપનીએ કહ્યું છે, ડો. રેડ્ડીઝની રેડા-એક્સ 100 મિલિગ્રામની નાની બોટલમાં મળશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube