Good News: ગો કોરોના ગો... આ દેશમાં અઠવાડિયામાં Corona ની રસી નાગરિકો માટે ઉપલબ્ધ થશે

કોરોના વાયરસ (Corona Virus) ના જોખમ વચ્ચે રશિયાથી સારા સમાચાર સામે આવ્યાં છે. આ અઠવાડિયાથી વાયરસ વેક્સિન સ્પૂતનિક-વી  (Sputnik-V)ને જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન(Vladimir Putin)એ 11 ઓગસ્ટના રોજ આ રસીને લોન્ચ કરી હતી. 

Good News: ગો કોરોના ગો... આ દેશમાં અઠવાડિયામાં Corona ની રસી નાગરિકો માટે ઉપલબ્ધ થશે

મોસ્કો: કોરોના વાયરસ (Corona Virus) ના જોખમ વચ્ચે રશિયાથી સારા સમાચાર સામે આવ્યાં છે. આ અઠવાડિયાથી વાયરસ વેક્સિન સ્પૂતનિક-વી  (Sputnik-V)ને જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન(Vladimir Putin)એ 11 ઓગસ્ટના રોજ આ રસીને લોન્ચ કરી હતી. 

રશિયાની એજન્સી TASSના જણાવ્યાં મુજબ રશિયન એકેડેમી ઓફ સાયન્સના ડેપ્યુટી ડાઈરેક્ટર ડેનિસ લોગુનોવ (Denis Logunov)એ જણાવ્યું કે સ્પૂતનિક-વી રસીને સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી બાદ વ્યાપક ઉપયોગ માટે છૂટ અપાશે. મંત્રાલય આ રસીના ટેસ્ટ થોડા દિવસમાં શરૂ કરવા જઈ રહ્યું છે અને અમે જલદી તેની મંજૂરી મેળવી લઈશું. નોંધનીય છે કે આ રસીને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે રશિયા રક્ષા મંત્રાલય સાથે મળીને એડેનોવાયરસને બેસ બનાવીને તૈયાર કરી છે. 

પ્રાપ્ત કરવી પડશે મંજૂરી
લોગુનોવે કહ્યું કે નાગરિકોના ઉપયોગ માટે રસીના બેચને અધિકૃત કરવાની એક પ્રક્રિયા છે. રસીએ મેડિકલ વોચડોગ  Roszdravnadzor ની ગુણવત્તા તપાસ પાસ કરવી પડશે. 10થી 13 સપ્ટેમ્બર વચ્ચે અમારે નાગરિકોના ઉપયોગ માટે રસીના બેસને બહાર પાડવા માટેની મંજૂરી મેળવવાની છે. ત્યારબાદ અમે રસીને નાગરિકો માટે બહાર પાડવાની સ્થિતિમાં હોઈશું. રસીનું વિતરણ રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયની દેખરેખમાં કરવામાં આવશે. 

વધુ જોખમવાળાઓને પ્રાથમિકતા
લોગુનોવે કહ્યું કે રસીના વિતરણમાં એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જે વધુ જોખમવાળા સમૂહમાં આવે છે. આ બાજુ ધ લાન્સેટ જર્નલ દ્વારા પ્રકાશિત પરિણામો મુજબ શુક્રવારે સ્પૂતનિક-વીએ એક વધુ પ્રગતિ મેળવી. વેક્સિન પ્રારંભિક તબક્કાના પરિણામોમાં રસી લેનાર તમામમાં એન્ટીબોડી પ્રતિક્રિયા ઉત્પન્ન કરવામાં સફળ રહી. સ્પૂતનિક-વી માટે બે પરીક્ષણ આ વર્ષે જૂન-જુલાઈમાં કરવામાં આવ્યાં હતા અને તેમાં 76 લોકો સામેલ થયા હતાં. નોંધનીય છે કે રસી સ્પૂતનિક-વી નામ રશિયાના પહેલા સેટેલાઈટ સ્પૂતનિકના નામ પર રાખવામાં આવ્યું છે. જેને રશિયાએ 1957માં લોન્ચ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news