United Nations: હિમાલયમાંથી નીકળતી દેશની મુખ્ય નદીઓ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રાનું જળસ્તર નજીકના સમયમાં ઓછું થઈ જશે, જેના કારણે કરોડો લોકોને પાણી મેળવવા સંઘર્ષ કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે આ ચેતવણી ઉચ્ચારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદીઓ માણસને જીવાડે છે. નદીઓ વિના માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જો કે આ જ નદીઓના અસ્તિત્વ સામે ઉભું થયેલું જોખમ વધુ ગંભીર બની રહ્યું છે, નદીઓનાં સ્રોત સૂકાઈ રહ્યા છે. એવામાં ભારતની નદીઓ માટે યુએનનો તાજેતરનો રિપોર્ટ ચિંતા વધારનારો છે.


ભારતની મુખ્ય નદીઓ સૂકાઈ જશે?
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં જ હિમાલયની પ્રમુખ નદીઓ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રાનું જળસ્તર સૂકાઈ શકે છે. તેના કારણે 2050 સુધીમાં શહેરી વિસ્તારોમાં 170થી 240 કરોડ લોકોને પાણી મળવાનું ઘણું ઓછું થઈ જશે. તાપમાન વધતા હિમાલય પરના ગ્લેશિયરો પિગળતા આમ થઈ રહ્યું છે. એશિયાને પાણી પૂરું પાડતી 10 મોટી નદીઓ હિમાલયમાંથી નીકળે છે, આ નદીઓ 130 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. 


આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત
આ પણ વાંચો: મોડલિંગ છોડીને UPSC ક્રેક કરીને બની IAS, બની ચૂકી છે Miss India Finalist


પૃથ્વીના ત્રીજા ધ્રુવ પર જોખમ
હાલ પૃથ્વીના 10 ટકા હિસ્સા પર ગ્લેશિયર એટલે કે હિમશિખરો આવેલા છે. જે ગ્લોબલ વોર્મિંગને કારણે ઝડપથી પિગળી રહ્યા છે. એન્ટાર્કટિકા દર વર્ષે 1500 કરોડ ટન બરફ ગુમાવી રહ્યું છે. ગ્રીનલેન્ડ વર્ષે 2700 કરોડ ટન બરફ ગુમાવી રહ્યું છે. પૃથ્વીનો ત્રીજો ધ્રુવ કહેવાતા હિમાલયના ગ્લેશિયર પણ ઝડપથી પિગળી રહ્યા છે. ગ્લેશિયર પિગળવાથી ચીન અને પાકિસ્તાનમાં પૂરનું જોખમ પણ તોળાય છે. 


ભારતની મુખ્ય નદી ગંગાના પાણીથી 40 કરોડ લોકોની તરત છીપાય છે. જો કે ગંગા જે ગ્લેશિયરમાંથી નીકળે છે, તે ગંગોત્રી જોખમમાં છે. 30 કિલોમીટ લાંબો ગંગોત્રી ગ્લેશિયર છેલ્લા 87 વર્ષોમાં પોણા બે કિલોમીટર સુધી સૂકાઈ ગયો છે. છેલ્લા 10 વર્ષમાં જ ગંગોત્રી 300 મીટર જેટલો પિગળ્યો છે. હિમાલયનાં ગ્લેશિયર સૌથી વધુ નેપાળમાં પિગળી રહ્યા છે. જો આ જ ગતિ રહી તો ગંગોત્રી ગ્લેશિયર 1500થી 1535 વર્ષમાં પિગળી જશે. જો કે તેનો અંદાજ માંડવો મુશ્કેલ છે. 


આ પણ વાંચો: IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત
આ પણ વાંચો: મોદી સરકારે એવો પરચો આપ્યો કે બ્રિટન હચમચી ગયું, તાત્કાલિક લીધો નિર્ણય
આ પણ વાંચો: હિરોઈનની માતા બની ગઈ પ્રેગ્નન્ટ, છોકરાં રમાડવાની ઉંમરે બહેનને રમાડશે


કેમ પિગળી રહ્યા છે ગ્લેશિયર?
હિમાલયમાં ભારતીય ક્ષેત્રમાં 9575 ગ્લેશિયર છે. જેમાંથી 968 ગ્લેશિયર ફક્ત ઉત્તરાખંડમાં છે. જો કે આમાંથી મોટાભાગનાં ગ્લેશિયર પિગળી રહ્યા છે, જેના કારણે મેદાની વિસ્તારોમાંથી વહેતી ગંગા, ઘાઘરા, મંદાકિની અને સરસ્વતી જેવી નદીઓનાં જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. જેનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. જો કે જાણકારોનું માનીએ તો હિમવર્ષામાં ઘટાડો અને સતત વરસાદને કારણે પણ ગ્લેશિયર ઓગળતાં હોય છે.


દુનિયાના કરોડો લોકો માટે પાણી મેળવવું એ આજે પણ પડકાર છે. 200 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી નથી મળતું. 360 કરોડ લોકો પાસે સ્વચ્છતાની કોઈ વ્યવસ્થા નથી. એવામાં પાણીની તંગી આ સમસ્યાને વધુ વિકરાળ બનાવી શકે છે. સમય પહેલાં સાવચેત અને જાગૃત થઈ જવું એ જ અસ્તિત્વ બચાવવાનો ઉપાય છે.


આ પણ વાંચો:  PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube