મોડલિંગ છોડીને UPSC ક્રેક કરીને બની IAS, બની ચૂકી છે Miss India Finalist

IAS Aishwarya Sheoran Success Story: આજે આપણે એક એવા ઉમેદવાર વિશે વાત કરીશું જેણે મોડેલિંગ છોડી દીધું અને UPSC સિવિલ સર્વિસિસની કોચિંગ વિના પરીક્ષા આપી અને એ પણ પહેલાં જ પ્રયાસમાં પાસ કરી લીધી છે. 

1/5
image

વાસ્તવમાં, અમે IAS ઓફિસર ઐશ્વર્યા શ્યોરાણની (IAS Officer Aishwarya Sheoran) વાત કરી રહ્યા છીએ, જેણે વર્ષ 2015માં મિસ દિલ્હીનો (Miss Delhi) ખિતાબ પણ જીત્યો હતો. આ સિવાય તે આગામી વર્ષ 2016માં ફેમિના મિસ ઈન્ડિયાની (Femina Miss India)ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે.

2/5
image

રાજસ્થાનના ચુરુની રહેવાસી ઐશ્વર્યાએ કોઈપણ કોચિંગની મદદ વિના આ સ્થાન હાંસલ કર્યું છે. ઐશ્વર્યાએ માત્ર 10 મહિનામાં જ UPSC સિવિલ સર્વિસ એક્ઝામ (UPSC CSE Exam)ની તૈયારી કરી હતી. ઘરે રહીને તૈયારી કરવા છતાં પણ તેઓ પહેલાં જ પ્રયાસમાં ઓલ ઇન્ડિયામાં 93મો રેન્ક મેળવીને IAS ઓફિસર બની ગયા હતા.

3/5
image

જણાવી દઈએ કે ઐશ્વર્યા યુપીએસસીની તૈયારી કરતા પહેલાં મોડલિંગ (Modelling) કરતી હતી. તેણીની મોડેલિંગ કારકિર્દી પણ સારી રીતે ચાલી રહી હતી અને તે વર્ષ 2014 માં દિલ્હીની ક્લિન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ તરીકે ચૂંટાઈ હતી. આ પછી તેણે આ જ રીતે મોડેલિંગમાં ઘણા મોટા પદો હાંસલ કર્યા હતા, પરંતુ આમ છતાં તેણે મોડેલિંગ છોડીને UPSCની તૈયારી કરવાનો નિર્ણય કર્યો. તેણે વર્ષ 2018 માં સિવિલ સર્વિસ પરીક્ષાની (Civil Service Exam) તૈયારી શરૂ કરી અને તૈયારીના 10 મહિનામાં પરીક્ષા પાસ કરીને સફળતા હાંસલ કરી હતી.

4/5
image

જણાવી દઈએ કે ઐશ્વર્યાનો પરિવાર શરૂઆતથી જ દિલ્હીમાં રહે છે. તે અભ્યાસમાં ખૂબ જ સારી હતી. ઐશ્વર્યાએ પ્રારંભિક અભ્યાસ સંસ્કૃતિ સ્કૂલ, ચાણક્યપુરી, દિલ્હીમાંથી કર્યો હતો. તેણે 12મા બોર્ડની પરીક્ષામાં 97.5 ટકા માર્ક્સ મેળવીને ટોપ કર્યું. 12મા ધોરણ પછી તેમણે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી (Sri Ram College of Commerce) સ્નાતક કર્યું.

5/5
image

દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી ઐશ્વર્યાએ વર્ષ 2018માં CAT (CAT 2018)ની પરીક્ષા પણ આપી હતી અને તે (IIM Indore)માં પણ સિલેક્ટ થઈ ગઈ હતી, પરંતુ તેણે એડમિશન લીધું ન હતું, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન સિવિલ સેવાની પરીક્ષા પર હતું.