અંબાલાઃ આજથી ભારતીય સૈન્ય શક્તિમાં મોટો વધારો થયો છે. ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ વિમાન આજે ઔપચારિક રીતે એક સેરેમનીમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવ્યા છે. અંબાલા એરબેઝ પર સવારે 10.20 કલાકે રાફેલની ઇંડક્શન સેરેમનીમાં તેને વાયુસેનામાં સોંપવામાં આવ્યા છે. આ સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે મુખ્ય અતિથિના રૂપમાં હાજર રહેશે. ભારત ચીનની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે આ સિદ્ધિ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે જે રાફેલ વિમાન તૈયાર કરાયું છે તેમાં મીટિઅર અને સ્કાલ્પ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યું છે. જેના કારણે તે અત્યંત ખતરનાક થઈ ગયું છે. આ બંને મિસાઈલથી સજ્જ રાફેલ વિમાન ભારત માટે ગેમચેન્જર સાબિત થશે. 


મીટિઅર મિસાઈલ
મિટીઅર મિસાઈલ એડવાન્સ એક્ટિવ રડાર સિસ્ટમથી સજ્જ છે. જે દરેક પ્રકારના હવામાનમાં પ્રહાર કરવા માટે સક્ષમ છે. આ મિસાઈલ સુપરસોનિક જેટ વિમાનથી માંડીને નાના માનવ રહિત વિમાનોને પણ નિશાન બનાવી શકે છે. 


સ્કાલ્પ મિસાઈલ
સ્કાલ્પ મિસાઈલ 300 કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તે પહેલાથી નક્કી થયેલા લક્ષ્યને સાધવામાં કે પછી સ્થિર લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. સ્કાલ્પ મિસાઈલ બ્રિટનની રોયલ એરફોર્સ અને ફ્રાન્સની વાયુસેના પાસે છે. ખાડી યુદ્ધ દરમિાયન તેનો ઉપયોગ કરાયો હતો. 


રાફેલની આ ક્ષમતા તેને બનાવે છે સૌથી શક્તિશાળી ફાઇટર જેટ, જાણો તેની 10 વિશેષતાઓ


ક્રૂઝ મિસાઈલ સ્ટોર્મ શેડો
રાફેલ વિમાનમાં સ્ટોર્મ શેડો(Storm Shadow) નામની એક ક્રૂઝ મિસાઈલ પણ હશે. જે 500 કિમી સુધી હવાથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે તે હુમલો કરી શકે છે. લોન્ચ કર્યા પછી આ મિસાઈલને કન્ટ્રોલ કરવાની જરૂર રહેતી નથી. મિસાઈલ 450 કિગ્રા દારૂગોળો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. 


ભારતનું રાફેલ ફ્રાન્સના રાફેલ કરતાં વધુ ઘાતક કેવી રીતે 
ફ્રેન્ચ ભાષામાં રાફેલનો અર્થ થાય છે તોફાન. એટલે કે રાફેલ વિમાન માત્ર એક કલાકના અંદર દિલ્હીથી પાકિસ્તાનના ક્વેટા અને ક્વેટાથી દિલ્હી પાછું આવી શકે છે. રાફેલ વિમાન એક મલ્ટી રોલ કોમ્બાટ જેટ વિમાન છે, જેને દુનિયાનું સૌથી આધુનિક ફાઈટર જેટ કહેવાય છે. પાકિસ્તાન અને ચીન બંનેમાંથી એક પણ દેશ પાસે આટલું આધુનિક યુદ્ધ વિમાન નથી. 


અન્ય યુદ્ધ વિમાનની સરખામણીએ રાફેલ વિમાનની લંબાઈ અને પહોળાઈ ઓછી હોવાની સાથે જ તેનું વજન પણ ઘણું જ ઓછું છે. ભારતને મળનારા રાફેલ વિમાનની સૌથી મોટી ખાસિયત Beyond Visual range Air-to-Air-Missile હશે, જેની રેન્જ 150 કિમીથી વધુની હોય છે. આ મિસાઈલ ફ્રાન્સ પાસે પણ નથી. ભારતીય વાયુસેનાની જરૂરિયાતના હિસાબે તેને તેમાં ફીટ કરવામાં આવશે. 


ભારતને મળનારા રાફેલ જેટમાં થયા આ ફેરફાર
1. ઈઝરાયેલી હેલમેટ માઉન્ટેડ ડિસ્પલે
2. રડાર વોર્નિંગ રિસિવર્સ
3. લો બેન્ડ જેમર્સ
4. 10 કલાકનો ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ સિસ્ટમ
5. ઈન્ફ્રા રેડ સર્ચ
6. ટ્રેકિંગ સિસ્ટમ


સર્વધર્મ પૂજા બાદ એરફોર્સમાં સામેલ થયા 5 રાફેલ, ભારત-ફ્રાન્સના રક્ષામંત્રી રહ્યાં હાજર  


રાફેલ બનાવશે ભારતીય વાયુસનાને શક્તિશાળી
નોંધનીય છે કે રાફેલ ફાઈટર વિમાન હાલના સમયમાં દુનિયાનું સૌથી શાનદાર, ઘાતક (ડેડલી) ફાઈટર વિમાન ગણાય છે. રાફેલ એક મિનિટમાં 18 હજારની ઊંચાઈ પર જઈ શકે છે. રાફેલમાં 3 પ્રકારની મિસાઈલ લાગેલી હશે. હવામાંથી હવામાં માર કરનારી મીટિયોર મિસાઈલ, હવામાંથી જમીનમાં માર કરનારી સ્કેલ્ફ મિસાઈલ અને ત્રીજી છે હેમર મિસાઈલ. આ મિસાઈલોથી લેસ થયા બાદ રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે. 


રાફેલમાં લાગેલી મીટિયોર મિસાઈલ 150 કિમી અને સ્કેલ્ફ મિસાઈળ 300 કિમી સુધી નિશાન સાધી શકે છે. જ્યારે HAMMER એક એવી મિસાઈલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે થાય છે. આ મિસાઈલ આકાશથી જમીનમાં વાર કરવા માટે અત્યંત કારગર નિવડે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube