નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ  (Coronavirus)નો કેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 34,884 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 10,38,716 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જારી આંકડા પ્રમાણે, કોરોનાના અત્યાર સુધી કુલ 10,38,716 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 34884 નવા કેસ નોંધાયા છે, જ્યારે 671 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 26273 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ અત્યાર સુધી 653751 લોકો આ વાયરસને માત આપવામાં સફળ રહ્યાં છે. રિકવરી રેટ  62.93 ટકા પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 8308 કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 8,308 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ સંખ્યા વધીને 2,92,589 થઈ ગઈ છે. રાજ્યમાં ત્રીજીવાર છે જ્યારે એક દિવસમાં કોવિડ-19ના આઠ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 258 લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 11452 થઈ ગયો છે. 258માંથી 62 મૃત્યુ મુંબઈમાં થયા જ્યારે મહાનગરમાં 1214 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા 99,164 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 5585 થઈ ગઈ છે. પુણેમાં 1539 નવા કેસ સામે આવ્યા તો ઔરંગાબાદમાં 168 કેસ સામે આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube