Indore Accident: રામનવમીના અવસરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના કુવાની છત ધસી પડી છે. કુવામાં 25થી વધુ લોકો પડી ગયા છે. પ્રશાસનની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે સ્નેહનગર પાસે પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં કુવાની છત ધસી પડવાથી 25થી વધુ લોકો વાવમાં પડ્યા. એવું કહેવાય છે કે અકસ્માત બાદ ઘણા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ત્યાં પહોંચી શકી નહતી. કેટલાક લોકોને જેમતેમ કરીને બહાર કાઢવામાં આવ્યા. અંદર પડનારા લોકોના પરિજનોની હાલત ખરાબ છે. હાલ જો કે ઘટનાસ્થળે પોલીસફોર્સ, અને એમ્બ્યુલન્સ હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 


"UPA સરકાર દરમિયાન CBI મારા પર નરેન્દ્ર મોદીને ફસાવવા માટે 'દબાણ' કરતી હતી"


પાકિસ્તાન સરકાર પર ભારતે કરી મોટી કાર્યવાહી! અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લગાવી રોક


1 એપ્રિલથી બદલાઈ રહ્યા છે ઈન્કમ ટેક્સથી જોડાયેલા 10 નિયમો


અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. રેસ્ક્યૂ ઓપરેશન કરનારી ટીમો સાથે જ ઘટનાસ્થળે આજુબાજુના લોકોની ભીડ પણ ભેગી થઈ ગઈ છે. પ્રશાસનની ટીમ ઘટનાસ્થળથી દૂર રહેવા અને રાહત-બચાવની ટીમ તથા ગાડીઓને રસ્તો આપવાની અપીલ થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube