Pakistan સરકાર પર ભારતે કરી મોટી કાર્યવાહી! અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લગાવી રોક

Twitter Action: પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી છે. જ્યારે કોઈ પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયત્ન કરે છે તો લખીને આવે છે કે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર લીગલ ડીમાન્ડના રિસ્પોન્સ બાદ ભારતમાં રોક છે. 

Pakistan સરકાર પર ભારતે કરી મોટી કાર્યવાહી! અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લગાવી રોક

Twitter Action: પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી છે. જ્યારે કોઈ પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયત્ન કરે છે તો લખીને આવે છે કે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર લીગલ ડીમાન્ડના રિસ્પોન્સ બાદ ભારતમાં રોક છે. અત્રે જણાવવાનું કે આવું ત્રીજીવાર થયું છે જ્યારે પાકિસ્તાનના ટ્વિટર એકાઉન્ટ પર ભારતમાં રોક લગાવવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં પણ પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી હતી. તે પહેલા ગત વર્ષ જુલાઈમાં પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર રોક લાગી હતી. જો કે ત્યારબાદ તેને રિએક્ટિવેટ પણ કરાયું હતું અને ટ્વિટર એકાઉન્ટ વિઝિબલ થવા લાગ્યું હતું. 

એકાઉન્ટ બ્લોક
જો કે ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ આ પગલું કેમ ભર્યું તે વિશે જાણકારી મળી શકી નથી. પણ ટ્વિટર ગાઈડલાન્સ મુજબ માઈક્રોબ્લોગિંગ સાઈટ કોર્ટના આદેશ જેવી કાયદેસર લીગલ ડિમાન્ડના રિપ્લાયમાં આવી કાર્યવાહી કરે છે. હાલ પાકિસ્તાન સરકારનું ટ્વિટર ફીડ'@Govtof Pakistan' ને ભારતીય યૂઝર્સ જોઈ શકતા નથી. 

અગાઉ પણ લાગી હતી રોક
ગત વર્ષ ઓગસ્ટમાં ભારતે 8 યુટ્યૂબ બેસ્ડ ન્યૂઝ ચેનલ્સ,  જેમાંથી એક પાકિસ્તાનથી સંચાલિત હતી અને 1 ફેસબુક એકાઉન્ટને ફેક તથા ભારત વિરોધી કન્ટેન્ટ બદલ બ્લોક કર્યા હતા. આ ઉપરાંત ગત વર્ષ જૂનમાં ટ્વિટરે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના પાકિસ્તાની દૂતાવાસના અધિકૃત ખાતાઓ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યા હતા. 

આ નિયમ હેઠળ થઈ કાર્યવાહી
સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021 હેઠળ ઈમરજન્સી પાવર્સનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરાઈ છે. બ્લોક કરાયેલા ઈન્ડિયન યુટ્યૂબ ચેનલ્સ પર ફેક, સનસનીખેજ થંબનેલ, ન્યૂઝ ચેનલના એંકરોની તસવીરો અને કઈક ટીવી સમાચાર ચેનલોના લોકો વાપરવા બદલ કાર્યવાહી થઈ હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

                                 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news