જૂલાઈથી શરૂ થઇ શકે છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ આપ્યા સંકેત
સરકાર ટૂંક સમયમાં જ સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૂ કરી શકે છે. જો કોરોના વાયરસના સંક્રમણમાં જૂન સુધીમાં ઘટાડો આવે છે તો. તેના માટે સરકારે તેમના તરફથી તૈયારીઓ શરૂ કરી છે. નોંધનીય છે કે, સરકારે 25 મેથી હવાઈ સેવાઓ શરૂ કરવાની પરવાનગી આપી છે.
નવી દિલ્હી: સરકાર ટૂંક સમયમાં જ સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૂ કરી શકે છે. જો કોરોના વાયરસના સંક્રમણમાં જૂન સુધીમાં ઘટાડો આવે છે તો. તેના માટે સરકારે તેમના તરફથી તૈયારીઓ શરૂ કરી છે. નોંધનીય છે કે, સરકારે 25 મેથી હવાઈ સેવાઓ શરૂ કરવાની પરવાનગી આપી છે.
આ મહિનાથી શરૂ થઈ શકે છે સંપૂર્ણ રીતે સેવા
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે, સરકાર હાલ ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવા માટે 25 મેની તારીખ નક્કી કરી છે. જો કે, તાજેતરમાં કેટલાક પસંદગીના રૂટ પર હવાઈ સેવા શરૂ થશે. ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને શરૂ કરવા માટે પણ વિમાન મંત્રીએ સંકેત આપ્યા છે.
આ પણ વાંચો:- CM મમતા બેનર્જીની રેલવેને અપીલ, કહ્યું- 26 મે સુધી ન મોકલો શ્રમિક સ્પેશિયલ ટ્રેન
પુરીએ કહ્યું કે, અમે ઓગ્સ્ટ-સપ્ટેમ્બર સુધી કેમ રાહ જોઈએ? જો વાયરસની ગતી ઓછી થઈ તો આપણે તેની સાથે રહેવાની આદત પાડવી પડશે. અમે પ્રયત્ન કરી શું કે જૂનના મધ્યમાં અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે.
કોરોના વાયરસની મહામારીને રોકવા માટે કેન્દ્ર સરકાર 25 માર્ચથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું અને ત્યારથી સરકારે તમામ વ્યાપારી પ્રવાસી ઉડ્ડાન સેવાઓ સ્થિગિત કરી દીધી છે. પુરીએ એક ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, મને સંપૂર્ણ આશા છે કે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર પહેલા આપણે સંપૂર્ણ રીતે નહીં, પરંતુ સારી એવી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાન સેવાનું ફીથી શરૂઆત કરવાનો પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો:- જાના થા જાપાન પહોંચ ગયે ચીન... મુંબઇથી ગોરખપુર માટે નીકળેલી ટ્રેન પહોંચી ઓડિશા, શ્રમિકો ફસાયા
તેમણે કહ્યું, હું તેની તારીખ (આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ફરી શરૂ કરવાની) જણાવી શકીશ નહીં, પરંતુ જો કોઇ વ્યક્તિ કહે છે કે, શું આ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે. તો મારો જવાબ હશે કે, તે પહેલા કેમ નહીં અને તે સ્થિતિ પર નિર્ભર કરે છે.
પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર લાઇવ બોલતા સિંહએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી તેમજ એરલાઇન્સ કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, તમામ એરપોર્ટ અને એરલાઇન્સને 25 મેથી ક્રમશ: ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવા વિશે સૂચના આપવામાં આવી છે. જો કે, મંત્રાલય યાત્રિયોની આવ-જા માટે ગાઇડલાઇન્સ અલગથી જાહેર કરશે. તેમાં સ્પેશિયલ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) એટલે કે, યાત્રા માટે અનિવાર્ય શરતો અને સૂચનાઓ વિશે જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચો:- એક્શનમાં કેન્દ્ર સરકાર! આર્થિક પેકેજને લઈને પીએમ મોદીએ મંત્રીઓને આપ્યો આદેશ
કોરોનાના કારણે એરપોર્ટ, એરલાઇન્સ, હવાઈ મુસાફરો અને સુરક્ષા એજન્સિઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP)નું પાલન કરવાનું રહેશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી જરૂરી છે. આ સંબંધમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, ડોમેસ્ટિક વિમાનોને 25 માર્ચ પહેલાની જેમ શરૂ કરવામાં આવશે. કોરોના વાયરસને રોકવા માટે જ્યારે 25 માર્ચના રોજ પ્રથમ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી કોમર્શિયલ ઉડાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
આ ગાઇડ લાઇનનું કરવાનું રહેશે પાલન
એરપોર્ટમાં આ વસ્તુઓ હશે જરૂરી
- એરપોર્ટમાં પ્રવેશ માટે આરોગ્ય સેતુ એપ અનિવાર્ય, આરોગ્ય સેતુ એપ વગર એન્ટ્રી મળશે નહીં.
- 14 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આરોગ્ય સેતુ એપ અનિવાર્ય નથી.
- એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશ પહેલા યાત્રિયોનું થર્મલ સ્ક્રીનિંગ થશે.
- આરોગ્ય સેતુ એપમાં જે યાત્રીઓને Green Signal નહીં જોવા મળે, તેમને પ્રવેશ મળશે નહીં.
આ પણ વાંચો:- ચીન સાથે તણાવ વચ્ચે લેહ પહોંચ્યા આર્મી ચીફ એમએમ નરવણે, અધિકારીઓ સાથે કરી વાતચીત
આ સર્વિસ જે હવે નહીં મળે એરપોર્ટમાં
- પ્રસ્થાન અને આગમન પર ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવામાં આવશે.
- માત્ર જેમને વધારે જરૂરીયાત હશે તેઓ ટ્રોલીનો ઉપયોગ કરી શકશે.
- એરપોર્ટ ટર્મિનલ તેમજ લાઉન્જમાં અખબાર અને મેગેઝીન મુકવાની પરવાનગી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube