International Tiger Day પર દરેક ભારતીય માટે ગર્વની વાત, દુનિયાની 70 ટકા વસ્તી ભારતમાં
આજે વિશ્વ વાઘ દિવસ (International Tiger Day) છે અને ભારત માટે સારી અને ગર્વ કરવા જેવી વાત છે. વિશ્વમાં જે કુલ વાઘની વસ્તી છે તેમાંથી 70 ટકા વસ્તી ભારતમાં છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કુલ 2967 વાઘ છે.
નવી દિલ્હી: આજે વિશ્વ વાઘ દિવસ (International Tiger Day) છે અને ભારત માટે સારી અને ગર્વ કરવા જેવી વાત છે. વિશ્વમાં જે કુલ વાઘની વસ્તી છે તેમાંથી 70 ટકા વસ્તી ભારતમાં છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કુલ 2967 વાઘ છે.
તમને યાદ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમેશા કહે છે કે ભારત પર્યાવરણને બચાવવામાં હંમેશથી આગળ રહ્યું છે. કારણ કે જંગલો અને જાનવરોને બચાવવા એ ભારતના સંસ્કારોમાં સામેલ છે. આજે વિશ્વ વાઘ દિવસ પર ભારત ગર્વ સાથે દુનિયાને જણાવી શકે છે કે સમગ્ર દુનિયાના 70 ટકા વાઘ ભારતમાં છે. આ આંકડા જોઈને તમને પણ ચોક્કસપણે સારૂ મહેસૂસ થશે કે દુનિયાની 70 ટકા વાઘની વસ્તી એકલા ભારતમાં છે. આપણા ભારત દેશમાં....
દુનિયાભરમાં વાઘને બચાવવા માટે બહુ ઓછું કામ થઈ રહ્યું છે. પરંતુ ભારતને આ કામમાં ખુબ સફળતા મળી છે. આ જ કારણ છે કે દુનિયાના 70 ટકા વાઘ ભારતમાં છે. દેશમાં સૌથી વધુ 526 વાઘ મધ્ય પ્રદેશમાં છે. દેશમાં 12 વર્ષમાં વાઘોની સંખ્યા બમણી થઈ છે. ભારતમાં છ વર્ષમાં 560 વાઘના મૃત્યુ થયા.
2010માં રશિયાના સેન્ટપીટર્સબર્ગમાં વાઘને બચાવવા માટે શિખર સંમેલન થયું હતું. આ સંમેલનમાં 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો પ્રણ લેવાયો. ભારતે ચોક્કસપણે આ સંકલ્પ નિભાવ્યો છે.
ભારતના સંસ્કાર
બિયર ગ્રિલ્સની સાથે જંગલ સફારી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે આ જ હકીકતમાં દેશની ભાવના પણ છે. ભારતના સંસ્કારોમાં મારવાનું નથી. હાલ વાઘની હયાત પ્રજાતિઓમાં સાઈબેરિયન ટાઈગર, બંગાલ ટાઈગર, ચાઈનીઝ ટાઈગર, મલાયન ટાઈગર અને સુમાત્રન ટાઈગર છે. જ્યારે બાલી ટાઈગર, કેસ્પિયન ટાઈગર અને જાવા ટાઈગરની પ્રજાતિ વિલુપ્ત થઈ છે. પર્યાવરણ સંરક્ષણનું શિક્ષણ હકીકતમાં ભારતમાં ઘરે ઘરે મળે છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આવો જ એક કિસ્સો બિયર ગ્રિલ્સ સાથે શેર કર્યો હતો.
વાઘો પર સર્વે
વાઘોના સંરક્ષણ માટે ભારત કેટલુ ગંભીર છે તેની એક ઝલક હાલમાં બનેલા વર્લ્ડ રેકોર્ડથી પણ મળે છે. ભારતમાં 2018માં વાઘો પર કરાયેલો સર્વે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન તરફથી વાઘો પર કરાયેલો તે દુનિયાનો સૌથી મોટો સર્વે સાબિત થયો છે.
આ સર્વે 1 લાખ 21 હજાર 337 વર્ગ કિમીમાં કરવામાં આવ્યો. જેમાં 26 હજાર 760 જગ્યાઓ પર અલગ અલગ લોકેશન પર કેમેરા લાગ્યા હતાં. તેનાથી વન્યજીવોના 3.5 કરોડથી વધુ ફોટા લેવાયા. જેમાંથી 76 હજાર 651 ફોટા વાઘના અને 51 હજાર 777 ફોટા દીપડાના છે.
પર્યાવરણ મંત્રીએ બહાર પાડ્યો રિપોર્ટ
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જે રિપોર્ટ બહાર પાડ્યો તે મુજબ 1973માં દેશમાં ફક્ત 9 ટાઈગર રિઝર્વ હતાં. જેમની સંખ્યા વધીને હવે 50 થઈ છે. રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ એક હજાર492 વાઘ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડમાં છે. ફ્કત વાઘ જ નહીં ભારત પાસે 30 હજાર હાથી, 3 હાજર એક શિંગવાળા ગેન્ડા અને 500થી વધુ સિંહ છે. એટલે કે ભારતે લક્ષ્યથી ચાર વર્ષ પહેલા જ વાઘોની સંખ્યા બમણી કરવાનો સંકલ્પ પૂરો કર્યો છે. આપણે ગર્વ કરવો જોઈએ કે દુનિયાની કુલ વસ્તીમાંથી વાઘની 70 ટકા વસ્તી આપણા ભારતમાં છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube