મુંબઇ : આઇપીએલ સીઝન 11ની પેહલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન અને બે વખતનાં ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સની વચ્ચે મુંબઇનાંવાન ખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 83 રન બનાવી લીધા છે. ઇશાન કિશન (36 રન) અને સૂર્ય કુમાર યાદવ (30 રન) ક્રિઝ પર છે. તેની પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સનાં કેપ્ટન એમ.એસ ધોનીએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો અને મુંબઇ ઇન્ડિયન્સને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું. મુંબઇએ ચેન્નાઈને 166 રનનો ટારગેટ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇની પ્લેઇંગ ઇલેવનમાં ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઇવિન લુઇસ, મિશેલ મેકલેઘન, મુસ્તાફિજુર રહેમાન અને કિરોન પોલાર્ડ, ચેન્નાઇની પ્લેઇન ઇલેવમાં ચાર વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. 


ઇન્ડિયન પ્રીમિયર લીગનાં ઇતિહાસમાં જ્યારે સફળ ટીમોની વાત કરવામાં આવે તો, બે ટીમોનું નામ સૌથી પહેલા આવે છે. એક ચેન્નાઇ સુપર કિંગ્સ અને બીજી મુંબઇ ઇન્ડિયન્સ. મુંબઇ ત્રણ વખત (2013, 2015 અને 2017) ખિતાબ પોતાને નામે કરી ચુકી છે. ચેન્નાઇ (2010, 2011) બે વખત ખિતાબ પોતાનાં નામે કરવામાં સફળ રહી છે. મુંબઇ એકવાર ફરીથી ઉપવિજેતા રહી ચુકી છે, તો ચેન્નાઇ કુલ ચાર વખત ખિતાબથી ચુકી છે.