નવી દિલ્હી : ઇઝરાયેલના વડાપ્રધાન બેજામિન નેતન્યાહુ પોતાની એક દિવસીય યાત્રા પર ભારત આવશે. ઇઝરાયેલનાં વડાપ્રધાન નેતન્યાહુ 9 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર ઇઝરાયેલના વડાપ્રધાન બેજામિન નેતાન્યાહૂ થોડા કલાકો માટે જ ભારત આવશે. તેઓ અહીં વડાપ્રધાન મોદી સાથે ખાસ મુલાકાત કરવા આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો વાણીવિલાસ, કહ્યું, 'અમે નાળાની સફાઈ કરવા બન્યા નથી....'
બેજામિન નેતન્યાહૂ હાલમાં ઇઝરાયેલમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે. આ અગાઉ આ કીર્તિમાન દેશના સંસ્થાપક રહેલા ડેવિડ બેન ગુરિયનનાં નામે હતો. ઇઝરાયેલનાં અસ્તિત્વમાં આવેલા 25,981 દિવસ થયા છે. જેમાંથી આજ સુધીનાં પોતાના કાર્યકાળમાં નેતન્યાહૂ 4873 દિવસ સુધી દેશના વડાપ્રધાનના પદ પર છે. 


ચંદ્રયાન-2: આવતીકાલે થશે લોન્ચ, આજે શરૂ થશે કાઉન્ટડાઉન, જાણો ISROની તૈયારી
CM યોગી સોનભદ્ર નરસંહારના પીડિતોને મળ્યાં, કહ્યું-'કોંગ્રેસ મગરના આંસુ સારી રહી છે'
નેતન્યાહૂને પાંચમી વખત માટે આ વર્ષે વડાપ્રધાન પસંદગી પામ્યા પરંતુ સરકાર બનાવવામાં અસમર્થ હોવાનાં કારણે તેમણે ફરીથી ચૂંટણીમાં જવાનો નિર્ણય કર્યો છે. નેતન્યાહુ હાલમાં ભ્રષ્ટાચારનીઓનો સામનો કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. વડાપ્રધાને પોતા પર લગાવાયેલા આરોપોનો ઇન્કાર કરતા તેમને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે.