CM યોગી સોનભદ્ર નરસંહારના પીડિતોને મળ્યાં, કહ્યું-'કોંગ્રેસ મગરના આંસુ સારી રહી છે'

સોનભદ્ર નરસંહાર મામલે રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્ર જઈને ઉભ્ભા ગામમાં મૃતકોના પરિજનો સાથે ભાવુક મુલાકાત કરી.

CM યોગી સોનભદ્ર નરસંહારના પીડિતોને મળ્યાં, કહ્યું-'કોંગ્રેસ મગરના આંસુ સારી રહી છે'

સોનભદ્ર: સોનભદ્ર નરસંહાર મામલે રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્ર જઈને ઉભ્ભા ગામમાં મૃતકોના પરિજનો સાથે ભાવુક મુલાકાત કરી. સીએમ યોગીએ મૃતકોના પરિજનોને મળનારી સહાયની રકમ પણ 5 લાખથી વધારીને 18.5 લાખ રૂપિયા કરી. તેમણે કહ્યું કે અઢી લાખ રૂપિયા ઘાયલોના પરિવારોને અપાશે. આ સાથે જ તેમણે અનેક જાહેરાતો કરીને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં. 

સીએમ યોગીએ કહ્યું કે આ પાપ કોંગ્રેસના નેતાઓએ કરેલા છે અને જે લોકોએ આ પાપ કર્યું છે તે તેમનું કનેક્શન સમાજવાદી પાર્ટી સાથે પણ છે. તેમનું આર્થિક ગઠજોડ રહ્યું છે. સરકાર તેના મૂળમાં જઈ રહી છે. આ મામલે તે તમામ લોકો મગરના આંસુ વહાવી રહ્યાં છે. આ બધાના મૂળિયા તે સમયે નખાયા હતાં. બહુ જલદી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 

પીડિત પરિવારોને મળ્યાં યોગી
બુધવારે ઘટેલી આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 28 લોકો ઈજાગ્રસ્ત થયાં. સીએમ યોગી સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ, મુખ્ય સચિવ અનુપચંદ્ર પાંડે, ડીજીપી ઓ પી સિંહ, પ્રમુખ સચિવ સૂચન અવનીશ અવસ્થી, પણ સોનભદ્ર પહોંચ્યા હતાં. સીએમ યોગી જેવા ઉભ્ભા ગામ પહોંચ્યા કે સૌથી પહેલા પીડિત પરિવારને એક પછી એક મળવા લાગ્યા હતાં. 

તેઓ પીડિત પરિવારના દરેક સભ્યને મળતા હતાં, ત્યાં હાજર હતાં તેમને તેમની પરેશાનીઓ પૂછતા હતાં. ઘરમાં કોણ કોણ સભ્ય છે, બાળકો શાળાએ જાય છે કે નહીં જે તકલીફો તેમને પડી રહી છે તેનું જલદીથી નિવારણ કરવામાં આવશે. પીડિત પરિવારોને સીએમ યોગી આશ્વાસન આપી રહ્યાં હતાં. 

તેમણે કહ્યું કે તેઓ પોતે પીડિત પરિવારોને મળવા માટે આવ્યાં છે અને જેટલું બને તેટલા પ્રયત્નો કરશે અને જલદી આ ઘટનાક્રમ પાછળ જે પણ અપરાધીઓ છે તેમને જેલના સળિયા પાછળ ધકેલશે. સીએમ યોગીએ લોકોને કહ્યું કે તમે લોકો ગામમાં જ રહો, સરકાર તમારી સુરક્ષાની વ્યવસ્થા કશે. ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. 

જુઓ LIVE TV

ઘટનાસ્થળની કરી સમીક્ષા
સીએમ યોગી પીડિતોના પરિવારને મળીને જેવા બહાર નીકળ્યાં કે તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યાં કે તેઓ તે સ્થળ જોવા માંગે છે જ્યાં આ ઘટના ઘટી હતી. તેમણે ઝીણવટપૂર્વક તમામ જગ્યાની સમીક્ષા કરી. સીએમ યોગી સાથે જે મોટા અધિકારીઓ હાજર હતાં તેમને સીએમ યોગીએ નિર્દેશ આપ્યાં કે આરોપીઓને જલદી જેલના સળિયા પાછળ ધકેલી દો. મુખ્યમંત્રીએ પ્રિયંકા ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે લોકો મગરના આંસુ સારે છે તેમની સરકારના સમયમાં જ અહીંના ગરીબોને જમીનથી વંછિત કરવાનું કામ થયું હતું. ગરીબોના હક પર લૂંટ ચલાવશો તો જેલની અંદર સડશો. 

સીએમ યોગીએ કરેલી મહત્વની જાહેરાતો

1. તમામ પીડિત પરિવારના લોકો માટે અનુસૂચિત જન જાતિ મુસહર જાતિ અને સંલગ્ન જાતિના લોકોને આવાસ અને શૌચાલય ઉપલબ્ધ કરાવવા.

2. વીજળી મળે તો ઠીક, નહીં તો સોલર પેનલની વ્યવસ્થા કરાશે. 

3. ઉભ્ભા ગામમાં પોલીસ ચોકી ખોલવામાં આવશે. 

4. આંગણવાડી કેન્દ્ર અને કાર્યકત્રીની નિયુક્તિ કરીને આ ગામની બાળકીઓને પ્રશાસન જોડવાનું કામ કરે. 

5. ઘોરાવલમાં ફાયર બ્રિગેડ કેન્દ્રની વ્યવસ્તા કરી છે. 

6. 60 વર્ષની ઉપરના અનુસૂચિત જનજાતિના પાત્ર વૃદ્ધો, વિધવાઓ, અને દિવ્યાંગો અનિવાર્ય રીતે પેન્શન રાશનકાર્ડ આવાસ શૌચાલયની વ્યવસ્થા સાથે જૂનિયર હાઈ સ્કૂલની વ્યવસ્થા થવી જોઈએ. 

7. મુખ્યમંત્રીએ મૃતકોના પીડિતજનોની સહાય રકમમાં વધારો કર્યો. 

8. સાડા અઢાર લાખ રૂપિયા અપાશે. 

9. ઘાયલોના પરિજનોને અઢી લાખ રૂપિયા અપાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news