શ્રીહરિકોટાઃ ISRO SSLV-D1 EOS-02 Mission: ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ પોતાના પ્રથમ નાના રોકેટ 'સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ'ને આજે લોન્સ કરી દીધુ છે. આ મિશનને SSLV-D1/EOS-02 કહેવામાં આવી રહ્યું છે. ઈસરોના રોકેટ એસએસએલવી D1 (SSLV-D1) એ સવારે 9.18 કલાકે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી. 500 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું આ રોકેટ એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ -02' (EOS-02)  લઈ જશે, તેમાં માઇક્રોસેટેલાઇટ -2 એ ના નામથી ઓળખવામાં આવે છે. તેનું વજન લગભગ 142 કિલોગ્રામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસરો પ્રમુખનું નિવેદન
ઈસરો પ્રમુખ એસ. સોમનાથે કહ્યુ કે ઇસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક હાસિલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે લિંક સ્થાપિત કરી લેશે, દેશને જાણકારી આપવામાં આવશે. EOS02 એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. જે 10 મહિના માટે અંતરિક્ષમાં કામ કરશે. તેનું વજન 142 કિલોગ્રામ છે. તેમાં મિડ અને લોન્ગ વેવલેન્થ ઇંફ્રારેડ કેમેરા લાગ્યા છે. જેનું રેજોલ્યૂશન 6 મીટર છે. એટલે કે તે રાત્રે પણ નજર રાખી શકે છે. 

દેશમાંથી 750 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો
વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઈટ આઝાદી સેટ પોતાની ઉડાન ભરે એ પહેલા તેને ઔપચારિક રીતે તપાસ કરાઈ હતી. આજે સવારે શ્રી હરિકોટા ખાતે આ સેટેલાઈટનું લોન્ચિંગ થયું છે. આ સેટેલાઈટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થિનીઓએ યોગદાન આપ્યું છે. આ તમામ વિદ્યાર્થીનીઓને સેટેલાઈટ લોન્ચિંગ માટે શ્રી હરિકોટા લઈ જવાઈ હતી. 


સેટેલાઈટ 10 મહિના સુધી પૃથ્વીની પરિભ્રમણ કરશે
આવતીકાલે સવારે 9:00 કલાકે આ સેટેલાઈટને છોડવામાં આવશે. સેટેલાઈટમાં લાગેલા સેલ્ફી કેમેરા વડે અંતરીક્ષમાં સોલર પેનલ ખુલશે અને સેલ્ફી કેમેરા વડે આ સેટેલાઈટ અંતરીક્ષના ફોટોગ્રાફ્સ મોકલવાનું શરૂ કરશે. આ સેટેલાઈટ 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે.


Vice President Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ અલ્વાનો વિપક્ષી નેતાઓ પર હુમલો, કહી આ વાત  


મહત્વનું છે કે, SSLV દેશનું સૌથી નાનું સેટેલાઈટ લોન્ચ વ્હિકલ છે. SSLV બે ઉપગ્રહ 350 કિમીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે. જેમાં પહેલો ઉપગ્રહ ભૂ-અવલોકન IOS-02 છે, જેનું વજન 135 કિલોગ્રામ છે. જ્યારે બીજો ઉપગ્રહ આઝાદી સેટેલાઈ છે. જેનું વજન 7.5 કિલોગ્રામ છે. આ પહેલા ઈસરો PSLV, GSLV રોકેટ લોન્ચ કરી ચુક્યુ છે. PSLV પ્રક્ષેપણમાં ઘણો વધારો ખર્ચ થતો હોય છે. એટલુ જ નહીં તેને બનાવવામાં 45 દિવસનો સમય અને 600 એન્જિનિયરોની જરૂર પડતી હોય છે. PSLVને પ્રક્ષેપણ માટે પેલોડ પૂર્ણ કરવા માટે સેટેલાઇટની રાહ જોવી પડી હતી. તે જ સમયે, 6 એન્જિનિયર્સ માત્ર એક અઠવાડિયામાં SSLV તૈયાર કરી શકે છે. PSLVને લોન્ચ કરવા માટે પે-લોડ પૂરો કરવા માટે સેટેલાઈટની રાહ જોવી પડે છે. જેની સામે SSLVને માત્ર 6 એન્જિનિયર એક અઠવાડિયામાં તૈયાર કરી શકે છે.SSLV 10 કિલોગ્રામથી 500 કિલોગ્રામના ઉપગ્રહને સરળતાથી અંતરિક્ષમાં પ્રસ્થાપિત કરી શકે છે.


કેમ ખાસ છે મિશન? 
આ દેશનું પ્રથમ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. આ પહેલા નાના ઉપગ્રહ સુન સિન્ક્રોનસ ઓર્બિટ સુધી પીએસએલવી પર નિર્ભર હતા તો મોટા મિશન જિયો સિન્કોનસ ઓર્બિટ માટે જીએસએલવી અને જીએસએલવી માર્ક 3નો ઉપયોગ થતો હતો. જ્યાં પીએસએલવીને લોન્ચ પેડ સુધી લઈ જવા અને અસેમ્બલ કરવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે, તો એસએસએલવી માત્ર 24થી 72 કલાકની અંદર એસેમ્બલ કરી શકાય છે. સાથે તેને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તેને ગમે ત્યારે અને ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube