હૈદરાબાદ: તેલંગણાની રાજધાની હૈદરાબાદના અમીરપેટ વિસ્તારમાં ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકની હત્યાથી ચકચાર મચી ગઈ છે. 56 વર્ષના એસ સુરેશ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિન્ગ સેન્ટર સાથે જોડાયેલા હતાં. એસ સુરેશ આ સેન્ટરના ફોટો સેશનમાં  કાર્યરત હતાં. મંગળવારે એસ સુરેશનો મૃતદેહ તેમના અમીરપેટ સ્થિત અન્નપૂર્ણા એપાર્ટમેન્ટના તેમના ફ્લેટ ખાતેથી મળી આવ્યો. એવું કહેવાય છે કે એસ સુરેશની કોઈ ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ


કેરળના રહીશ સુરેશ પોતાના ફ્લેટમાં એકલા હતાં. મંગળવારે જ્યારે તેઓ ઓફિસ ન આવ્યાં તો તેમના સહકર્મીઓએ તેમના મોબાઈલ પર ફોન કર્યો પરંતુ કોઈ જવાબ ન મળવાના કારણે તેમણે એસ સુરેશની પત્નીનો સંપર્ક કર્યો જેઓ ચેન્નાઈમાં એક બેંકમાં કામ કરે છે. આ જ એપાર્ટમેન્ટમાં સુરેશના કેટલાક સંબંધીઓ પણ રહે છે. પત્નીને સૂચના આપતા પહેલા તેમણે પોલીસને જાણ કરી અને જ્યારે ઘરનો દરવાજો  ખોલવામાં આવ્યો તો એસ સુરેશની લાશ જમીન પર પડી હતી. મૃતકના માથા પર ઈજાના નિશાન છે. એવું લાગે છે કે કોઈ વજનદાર વસ્તુથી માથા પર વાર કરવામાં આવ્યો હશે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...