ઇસરો રચશે વધુ એક ઇતિહાસ, આજે લોન્ચ થઇ રહ્યો છે RISAT-2BR1 સેટેલાઇટ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના સૌથી તાકતવર ઇમેજિંગ સેટેલાઇટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. મંગળવારે 4:40 વાગ્યાથી લોન્ચિંગ માટે ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે.આજે બપોરે 3:25 વાગે આ તાકાતવર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ થશે. આ સાથે જ PSLVC48 ના ચોથા તબક્કા (PS4) માટે ઓક્સીડાઇઝર ભરવામાં આવી છે.
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના સૌથી તાકતવર ઇમેજિંગ સેટેલાઇટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. મંગળવારે 4:40 વાગ્યાથી લોન્ચિંગ માટે ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે.આજે બપોરે 3:25 વાગે આ તાકાતવર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ થશે. આ સાથે જ PSLVC48 ના ચોથા તબક્કા (PS4) માટે ઓક્સીડાઇઝર ભરવામાં આવી છે.
તેનું નામ છે રીસેટ-2 બીઆર1. અંતરિક્ષમાં તૈનાત હોવા છતાં ભારતની રાડાર ઇમેજિંગ તાકાતમાં અનેક ગણો વધારો થઇ જશે. સાથે જ દુશ્મનો પર નજર રાખવામાં સરળતા રહેશે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા દ્વીપ પર સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઇટની લોન્ચિંગ કરવામાં આવશે.
જોકે ભારતના ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ યાન (પીએસએલવી) રોકેટ આજે દેશના નવીનતમ જાસૂસી ઉપગ્રહ આરઆઇએસટી-2બીઆર1 અને નવ વિદેશી ઉપગ્રહો લોન્ચ કરશે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના અનુસાર રોકેટ પીએસએલવી-સી48 બપોરે 3.25 વાગે આરઆઇએસએટી-2બીઆર1 સાથે ઉડાન ભરશે. આઆઇએસએટી-2બીઆર1 વધુ એક રડાર ઇમેજિંગ પૃથ્વી દેખરેખ ઉપગ્રહ છે. જેનું વજન 628 કિલો છે.
રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા રોકેટ પોર્ટના પહેલાં લોન્ચ પેડ પરથી લોન્ચ થશે અને આરઆઇએસએટી-2બીઆર1 ને 576 કિમીની કક્ષામાં સ્થાપિત કરશે. ઉપગ્રહની ઉંમર 5 વર્ષની હશે.
ભારતીય ઉપગ્રહની સાથે નવ વિદેશી ઉપગ્રહ પણ મોકલવામાં આવશે, જેમાં અમેરિકા (મલ્ટી-મિશન લેમૂર-4 ઉપગ્રહ), ટેક્નોલોજી ડિમોસ્ટ્રેશન ટાયવાક-0129, અર્થ ઇમેજિંગ 1 હોટસૈટ), ઇઝરાઇલ (રિમોટ સેંસિંગ ડુચિફટ-3), ઇટલી (સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટાયવાક-0092) તથા જાપાન (ક્યૂપીએસ-એસએઆર-એક રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝરર્વેશન સેટેલાઇટ) સામેલ છે.
આ આંતરરાષ્ટ્રીય ઉપભોક્તા ઉપગ્રહોને એક વાણિજ્ય વ્યવસ્થાની સાથે ન્યૂસ્પેસ ઇન્ડી લિમિટેડ (એનએસઆઇએલ) હેઠળ લોન્ક કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube