ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ, સમગ્ર દુનિયાની તેના પર નજર, લોન્ચિંગથી લઈને લેન્ડિંગની વિગતો જાણો
ભારત 15 જુલાઈના રોજ એટલે કે આવતી કાલે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. સોમવારે સમગ્ર દુનિયાની નજર ભારત પર હશે. કારણ કે ભારતનું અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) 15મીના રોજ પોતાના ચંદ્રયાન-2 અભિયાનની શરૂઆત કરશે. વહેલી સવારે 2:51 કલાકે ઈસરો ચંદ્રયાન 2ને ચંદ્ર પર જવા માટે લોન્ચ કરશે. આ ચંદ્રયાન-2ને ઈસરો પોતાના બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક-3થી ચંદ્ર પર મોકલશે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી થશે. લોન્ચના 52 દિવસો બાદ ચંદ્રયાન-2 ચાંદની સપાટી પર ઉતરશે. ઈસરોનું આ ખુબ જ મહત્વકાંક્ષી મિશન છે. આવો આપણે જાણીએ લોન્ચિંગથી લઈને ચંદ્રની સપાટી પર ઉતરવા સુધીની તમામ પ્રક્રિયા અંગે.
નવી દિલ્હી: ભારત 15 જુલાઈના રોજ એટલે કે આવતી કાલે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. સોમવારે સમગ્ર દુનિયાની નજર ભારત પર હશે. કારણ કે ભારતનું અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) 15મીના રોજ પોતાના ચંદ્રયાન-2 અભિયાનની શરૂઆત કરશે. વહેલી સવારે 2:51 કલાકે ઈસરો ચંદ્રયાન 2ને ચંદ્ર પર જવા માટે લોન્ચ કરશે. આ ચંદ્રયાન-2ને ઈસરો પોતાના બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક-3થી ચંદ્ર પર મોકલશે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી થશે. લોન્ચના 52 દિવસો બાદ ચંદ્રયાન-2 ચાંદની સપાટી પર ઉતરશે. ઈસરોનું આ ખુબ જ મહત્વકાંક્ષી મિશન છે. આવો આપણે જાણીએ લોન્ચિંગથી લઈને ચંદ્રની સપાટી પર ઉતરવા સુધીની તમામ પ્રક્રિયા અંગે.
16 દિવસ સુધી પૃથ્વીની કક્ષામાં રહેશે
સોમવારે વહેલી સવારે 2:51 કલાકે ચંદ્રયાન 2ને ભારતના સૌથી શક્તિશાળી રોકેટ GSLV MK-3 દ્વારા લોન્ચ કરાશે. લોન્ચિંગ બાદ ચંદ્રયાન પૃથ્વીની કક્ષામાં પહોંચશે. 16 દિવસ સુધી તે પૃથ્વીની પરિક્રમા કરીને ચંદ્ર તરફ આગળ વધશે. આ દરમિયાન ચંદ્રયાનની વધુમાં વધુ ગતિ 10 કિમી/પ્રતિ સેકન્ડ અને ઓછામાં ઓછી ગતિ 3 કિમી પ્રતિ કલાક હશે.
ચંદ્રયાન મિશન 2.0 તડામાર તૈયારી: બાહુબલી નિભાવશે મહત્વની જવાબદારી
21 દિવસ બાદ ચંદ્રની કક્ષામાં પહોંચશે
16 દિવસ બાદ ચંદ્રયાન 2 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળશે. આ દરમિયાન ચંદ્રયાન 2 રોકેટથી અલગ પડશે. 5 દિવસ બાદ ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચશે. આ દરમિયાન તેની ગતિ 10 કિમી પ્રતિ સેકન્ડ અને 4 કિમી પ્રતિ સેકન્ડ રહેશે.
27 દિવસ સુધી ચંદ્રની કક્ષામાં સતત ચક્કર મારશે
ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રમાની ચારેબાજુ સતત ગોળ ગોળ ચક્કર લગાવીને તેની સપાટી તરફ આગળ વધશે. ચંદ્રમાની કક્ષામાં 27 દિવસો સુધી ચક્કર કાપ્યા બાદ ચંદ્રયાન તેની સપાટી નજીક પહોંચશે. આ દરમિયાન તેની મહત્તમ ગતિ 10 કિમી/પ્રતિ સેકન્ડ અને ન્યૂનતમ સ્પીડ 1 કિમી /પ્રતિ સેકન્ડ રહેશે.
જુઓ LIVE TV