ચેન્નઈઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા  (ISRO)એ એકવાર ફરી ઈતિહાસ રચી દીધો છે. ઇસરોએ ગુરૂવારે પીએસએલવી-સી50 દ્વારા સંચાર ઉપગ્રહ (Communication Satellite) સીએમએસ-01ને લોન્ચ કર્યો છે. કોરોના કાળમાં આ વર્ષે ઈસરોનું બીજુ મિશન છે. તેના માટે સતીશ ધવન સ્પેસ સેન્ડરથી 25 કલાકની ઉલટી ગણતરી બુધવારે બપોરે શરૂ થઈ ગઈ હતી. ગુરૂવારે સાંજે 3.40 કલાકે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસરો (ISRO)ના ચેરમેન ડો. કે સિવને જણાવ્યુ કે, PSLV-C50 પૂર્વનિર્ધારિત કક્ષામાં CMS01 સંચાર ઉપગ્રહને સફળતાપૂર્વક ઇંજેક્ટ કરી દેવામાં આવ્યો છે. સેટેલાઇટ સારી રીતે કામ કરી રહ્યું છે અને આગામી ચાર દિવસમાં એક ઉલ્લેખિત સ્લોટમાં પહોંચી જશે. આ સાથે તેમણે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન અમારી ટીમે ખુબ સારી રીતે અને સુરક્ષિત રૂપથી પ્રોજેક્ટમાં કામ કર્યું છે. 


દિલ્હી વિધાનસભામાં હંગામો, CM કેજરીવાલે ફાડી કૃષિ કાયદાની કોપી  


સીએમએસ-01 સેટેલાઇટને કારણે ટેલીકમ્યુનિકેશન સેવાઓમાં સુધાર થશે. તેની મદદથી ટીવી ચેનલોની પિક્ચર ક્વોલિટી સુધરવાની સાથે સરકારને આપદા મેનેજમેન્ટ દરમિયાન મદદ મળશે. આ સેટેલાઇટ 2011માં લોન્ચ કરવામાં આવેલ જીસેટ-2 ટેલીકમ્યુનિકેશન સેટેલાઇટનું સ્થાન લેશે. સીએમએસ-01 આગામી સાત વર્ષ સુધી સેવાઓ આપશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube