મોટો ખુલાસો! ચારેબાજુથી પછડાયેલું ચીન હવે કરી રહ્યું છે આ નાપાક હરકત
ચીન (China) દલાઈ લામા (Dalai Lama) ની જાણકારી મેળવવા માટે જાસૂસી અને ઘૂસણખોરીનો સહારો લઈ રહ્યો છે. આવકવેરા વિભાગે મોટો ખુલાસો કરતા કહ્યું કે હવાલા કારોબાર સાથે જોડાયેલો ચાર્લી લુઓ પેંગ (Charlie Peng) દિલ્હી (Delhi) માં કેટલાક લામાઓને લાંચ આપીને દલાઈ લામા અને તેમના નીકટના સહયોગીઓની માહિતી ભેગી કરવાની કોશિશ કરી રહ્યો હતો.
નવી દિલ્હી: ચીન (China) દલાઈ લામા (Dalai Lama) ની જાણકારી મેળવવા માટે જાસૂસી અને ઘૂસણખોરીનો સહારો લઈ રહ્યો છે. આવકવેરા વિભાગે મોટો ખુલાસો કરતા કહ્યું કે હવાલા કારોબાર સાથે જોડાયેલો ચાર્લી લુઓ પેંગ (Charlie Peng) દિલ્હી (Delhi) માં કેટલાક લામાઓને લાંચ આપીને દલાઈ લામા અને તેમના નીકટના સહયોગીઓની માહિતી ભેગી કરવાની કોશિશ કરી રહ્યો હતો. આઈટી વિભાગના જણાવ્યાં મુજબ દિલ્હીમાં મજનૂના ટીલા પાસે પેકેટમાં લગભગ 2થી 3 લાખ રૂપિયા કેટલાક લોકોને અપાયા હતાં. આઈટી વિભાગના જણાવ્યાં મુજબ ચીની એપ વીચેટ(WeChat) પર લાંચ આપવા અને જાસૂસી અંગે વાતચીત થઈ હતી. ચાર્લીની સાથે કામ કરનારા ઓફિસના છોકરાઓનો ઉપયોગ રૂપિયા ભરેલા પેકેટ્સને છોડવા માટે થતો હતો.
PM મોદીના એલાન બાદ સરહદ સુરક્ષામાં વધશે NCCની ભાગીદારી, રક્ષામંત્રીએ પ્રસ્તાવને આપી મંજૂરી
સરકારી એજન્સીને અપાઈ સૂચના
આવકવેરા વિભાગે દલાઈ લામાની જાસૂસીમાં ચીની એજન્સીઓની સંડોવણીને લઈને જાણકારી અન્ય સરકારી એજન્સીઓ સાથે પણ શેર કરી છે. જેમાં કેસ સંબંધિત અન્ય પહેલુઓ પર ધ્યાન અપાઈ રહ્યું છે. ચાર્લી લુઓ પેંગ નામના આ ચીની નાગરિકને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 13 સપ્ટેમ્બર 2018ના રોજ દિલ્હીના મજનૂના ટીલા વિસ્તારથી ધરપકડ કરાયો હતો. જેના ઉપર નકલી પાસપોર્ટના આધારે દિલ્હીમાં રહેવાનો આરોપ હતો. થોડા સમય બાદ જ ચાર્લી જામીન પર છૂટી ગયો હતો.
Corona Update: દેશમાં સતત થઈ રહેલા 'કોરોના વિસ્ફોટ' વચ્ચે મળ્યા આ રાહતના સમાચાર
ગલવાનમાં હાર્યા તો હવે હવાલાનો સહારો
વિભાગે આ કેસમાં દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ સકંજામાં લીધો છે. જે હવાલા ટ્રાન્ઝેક્શન કરનારા ચાર્લીનો મદદગાર હતો. સંદિગ્ધ સીએ લગભગ 40 બેંક ખાતાનું સંચાલન કરતો હતો. જેના દ્વારા ચીની કંપનીઓ સાથે ટ્રાન્ઝેક્શન થતું હતું. હવાલા કારોબારના તાર હોંગકોંગ સાથે જોડાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. આ સમગ્ર હવાલા લેવડદેવડની તૈયારી પણ વીચેટ પર થઈ. આવકવેરા વિભાગના જણાવ્યાં મુજબ આ ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાનો ખેલ થયો હતો, જ્યારે હવાલાની રકમને લઈને આઈટી વિભાગની તપાસ ચાલુ છે. કારણ કે કેટલાક અન્ય બેન્કના કર્મચારીઓ પણ તેમના રડાર પર છે.
TikTok બાદ હવે આ ચીની કંપની પર તોળાયું જોખમ!, ટ્રમ્પના એક નિવેદનથી ચીનના ધબકારા વધ્યા
ચીનની મોટી માછલીઓ પણ સામેલ
આવકવેરા વિભાગે એવો પણ ખુલાસો કર્યો છે કે કાળી કમાણીના આ ગોરખધંધામાં ચીનની મોટી કંપનીઓ પણ સામેલ છે. જે કાવતરાને અંજામ આપવા માટે પોતાના જ દેશની નાની ચીની કંપનીઓને નકલી ખરીદપત્ર(purchase orders) ઈશ્યુ કરતી હતી. ત્યારબાદ બોગસ બિલ દ્વારા તૈયાર થયેલી રકમનો ઉપયોગ દલાઈ લામા જેવા ધર્મગુરુઓની જાણકારી ભેગી કરવામાં કરાયો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube