PM મોદીના એલાન બાદ સરહદ સુરક્ષામાં વધશે NCCની ભાગીદારી, રક્ષામંત્રીએ પ્રસ્તાવને આપી મંજૂરી
રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) હવે સરહદી અને કાંઠા વિસ્તારોમાં પણ પોતાની સેવા આપશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) એનસીસીના વિસ્તાર સંબંધિત આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવ મુજબ તમામ 173 બોર્ડર અને કાંઠાવાળા જિલ્લાઓના યુવાઓને મોટા પાયે પોતાની ભાગીદારી નિભાવવાની તક મળશે. અત્રે જણાવવાનું કે 15 ઓગસ્ટ (15 August)ના રોજ લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 'દરેક કામ દેશને નામ'ની વાત કરતા યુવા શક્તિને મોટા પાયે દેશ સેવા સાથે જોડવાનો ઉલ્લેખ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) હવે સરહદી અને કાંઠા વિસ્તારોમાં પણ પોતાની સેવા આપશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) એનસીસીના વિસ્તાર સંબંધિત આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવ મુજબ તમામ 173 બોર્ડર અને કાંઠાવાળા જિલ્લાઓના યુવાઓને મોટા પાયે પોતાની ભાગીદારી નિભાવવાની તક મળશે. અત્રે જણાવવાનું કે 15 ઓગસ્ટ (15 August)ના રોજ લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 'દરેક કામ દેશને નામ'ની વાત કરતા યુવા શક્તિને મોટા પાયે દેશ સેવા સાથે જોડવાનો ઉલ્લેખ કર્યો હતો.
દેશ સેવા સાથે જોડાશે એક લાખ યુવા શક્તિ
173 સરહદી અને કાંઠા વિસ્તારોથી એનસીસી (NCC)માં એક લાખ નવા કેડેટ્સ ભરતી કરાશે જેમાં એક તૃતિયાંશ છોકરીઓ હશે. આ પ્રોજેક્ટ હેઠળ એક હજારથી વધુ શાળાઓ અને કોલેજોને ચિન્હિત કરાઈ હતી અને સરકારી મંજૂરી મળ્યા બાદ આ પ્લાન હેટળ કુલ 83 એનસીસી યુનિટ અપગ્રેડ કરવામાં આવશે.
સેનામાં હાલ આટલી ભાગીદારી
સેનાની સીધી દેખરેખમાં કામ કરતી આ 83 યુનિટ્સમાં આર્મી (Army)ની 53, નેવી (Nevy)ની 20 અને વાયુસેના (Air Force)ના 10 યુનિટ તૈનાત છે.
અત્રે જણાવવાનું કે એનસીસીના વિસ્તારના આ પ્રોજેક્ટને રાજ્યોના સહયોગથી તૈયાર કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આમ કરવાથી દેશભરના યુવાઓને સેનામાં કામ કરવા માટે પ્રેરણા મળશે. આ બાજુ આ નિર્ણય લાગુ થવાથી સરહદ પર વધનારા યુવા જોશનો પૂરેપૂરો ફાયદો દેશને ફાયદો મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે