દિલ્હી, તેલંગણા બાદ હવે જયપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી, ડીજીસીએ એલર્ટ
ભારતમાં કોરોના વાયરસના નવા મામલાની સંખ્યા વધી રહી છે. દિલ્હી અને તેલંગણા બાદ જયપુરમાં પણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. પરંતુ તેના રિપોર્ટને લઈને હજુ શંકા છે.
જયપુરઃ દિલ્હી, તેલંગણા બાદ હવે રાજસ્થાનના જયપુરમાં પણ ખતરનાક કોરોના વાયરસનો એક શંકાસ્પદ દર્દી સામે આવ્યો છે. રાજસ્થાન પહોંચેલા ઇટાલીના એક નાગરિકમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. આ યાત્રીને જયપુરની સવાઈમાન સિહં હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા પ્રમાણે, થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી તો પહેલા રિઝલ્ટ નેગેટિવ આપ્યું હતું.
બાદમાં ફરી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ક્રોસ વેરિફિકેશન માટે દર્દીના સેમ્પલ NIV પુણે મોકલવામાં આવ્યા છે. બીજીતરફ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે સાવધાનીને કારણે ઈરાન, ચીન, હોંગકોંગ, સિંગાપુર, નેપાળ, થાઈલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, વિયતનામ અને મલેશિયાથી આવનારા તમામ વિમાન યાત્રીકોનું સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લીધો છે.
અધિકારીઓને એલર્ટ રહેવાના આદેશ
રાજસ્થાનના સારવાર અને સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું કે, એસએમએસ હોસ્પિટલમાં એક વ્યક્તિની તપાસ દરમિયાન તેમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યાં છે. કોરોના કેસ મળવા પર રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ પર છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્માએ વિભાગના અધિકારીઓ અને એસએમએસ મેડિકલ કોલેજના આચાર્ય પાસે રિપોર્ટ લીધો છે. સ્વાસ્થ્ય મંત્રીએ તમામ અધિકારીઓને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.
ફરી ટળી ફાંસીની સજા, નિર્ભયાના માતાએ કહ્યું- ગુનેગારોને સપોર્ટ કરે છે સિસ્ટમ
સ્ક્રીનિંગ ટેસ્ટના પરિણામમાં ગડબડ?
સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ જણાવ્યું, 'ઇટાલીનો એક યાત્રી 29 ફેબ્રુઆરીએ જયપુર આવ્યો હતો. સ્ક્રીનિંગમાં COVID-19ના લક્ષણ જાણવા મળતા તેને એક હોસ્પિટલના વિશેષ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો. બાદમાં જ્યારે ફરી ટેસ્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.'
રઘુ શર્માએ આગળ જણાવ્યું, 'આ શંકાસ્પદને એસએમએસ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તેના સેમ્પલને એકવાર ફરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. આમ તે માટે કરવામાં આવ્યું છે કે તેના બે ટેસ્ટમાં અલગ-અલગ રિઝલ્ટ આવ્યા છે. 29 ફેબ્રુઆરી બાદ આ યાત્રીના સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે, તે બધાનું COVID-19 માટે સ્ક્રીનિંગ કરવામાં આવશે.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube