જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાદળોની મોટી સફળતા, ઘર્ષણમાં 2 આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળોની સાથે ઘર્ષણમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા. પોલીસે આ માહિતી આપી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરનાં શોપિયા જિલ્લાના હિન્દ સીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ આ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી ત્યાર બાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. ત્યાર બાદ બંન્ને પર ઘર્ષણ ચાલુ થયુ જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા.
શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળોની સાથે ઘર્ષણમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા. પોલીસે આ માહિતી આપી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરનાં શોપિયા જિલ્લાના હિન્દ સીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ આ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી ત્યાર બાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. ત્યાર બાદ બંન્ને પર ઘર્ષણ ચાલુ થયુ જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા.
કેન્દ્રીય દળોની વર્દી પહેરીને બંગાળમાં BJP અને RSSના ગુંડાઓ ઘુસી રહ્યા છે: મમતા બેનર્જી
પ્રવક્તાએ જણાવ્યું કે, ઠાર મરાયેલા આતંકવાદીઓનાં શબ કબ્જામાં લઇ લેવામાં આવ્યા છે અને તેની ઓળખ જાવેદ અહેમદ ભટ્ટ અને આદિલ બશીર વાની તરીકે કરવામાં આવી છે. ભટ્ટ કુલગામનાં રેડવાનીનો રહેવાસી હતો અને વાની કુલગામનાં ડીએચ વારી પોરા વિસ્તારનો રહેવાસી હતો. તેમણએ જણાવ્યું કે, પોલીસ રેકોર્ડ અનુસાર બંન્ને આતંકવાદી લશ્કર એ તોયબા સાથે જોડાયેલા હતા.
અભિનંદન ફરી દુશ્મનોના દાંત ખાટા કરશે: આ અતિમહત્વના એરબેઝની જવાબદારી મળી
લોકસભા ચૂંટણી LIVE: સાંજે 7 વાગ્યા સુધી 61.14% મતદાન,બંગાળે રેકોર્ડ સર્જયો
તેમણે કહ્યું કે, બંન્ને આતંકવાદ સાથે જોડાયેલા અનેક ગુનાહો મુદ્દે વોન્ટેડ હતો, જેમાં સુરક્ષા પ્રતિષ્ઠાનો પર હુમલા તથા નાગરિકોનું ઉત્પીડન કરવાનો સમાવેશ થાય છે. તેમની વિરુદ્ધ આતંકવાદના અનેક કેસ દાખલ કરેલા છે. પ્રવક્તાએ જણાવ્યું કે, ભટ્ટનો આતંકવાદી અપરાધનો લાંબો રેકોર્ડ રહ્યો છે તથા તેમના પર ક્ષેત્રમાં આતંકવાદી હુમલાની યોજના બનાવવા અને તેમને અંજામ આપવાના અનેક કેસ નોંધાયેલા છે.
તેઓ કુલગામ અને આસપાસના ક્ષેત્રોથી યુવકોને આતંકવાદી સંગઠનોમા સમાવેશ કરતા હતા. આ પ્રકારથી વાની અનેક આતંકવાદી હુમલામાં જોડાયેલા હતા અને તેના પર પણ આતંકવાદ સાથે જોડાયેલા અનેક કેસ દાખલ હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ઘર્ષણ સ્થળ પરથી હથિયાર અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું પોલીસ અને સુરક્ષાદળોનાં પ્રયાસોના કારણે આ સફળ અભિયાન હતું જેમાં કોઇ પ્રકારનું નુકસાન નથી થયું.