છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર 62.27% મતદાન, બંગાળમાં રેકોર્ડ 80.16 % મતદાન

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 સીટો પર મતદાન કરવામાં આવ્યું. આ તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને બિહાર આઠ-આઠ દિલ્હીના સાત અને ઝારખંડની ચાર સીટો પર મતદાન

છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર 62.27% મતદાન, બંગાળમાં રેકોર્ડ 80.16 % મતદાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 સીટો પર મતદાન થયું હતું. આ તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને બિહારની 8-8, દિલ્હીની સાત અને ઝારખંડની ચાર સીટો પર મતદાન થયું. પશ્ચિમ બંગાળમાં આ તબક્કામાં સૌથી વદારે મતદાન થયું. અહીં 80 ટકા કરતા વધારે મતદાન થયું. સાંજે 7 વાગ્યા સુધી દેશની 59 સીટો પર 61.14 ટકા મતદાન થયું. આ તબક્કામાં પણ મતદાન કરવાનાં મુદ્દે પશ્ચિમ બંગાળ સૌથી આગળ છે. પશ્ચિમ બંગાળમાં 80.16 ટકા મતદાન થયું. દિલ્હીમાં 56.11, હરિયાણામાં 62.91, ઉત્તરપ્રદેશમાં 53.37 ટકા, બિહારમાં 59.29 ટકા, ઝારખંડમાં 64.46 ટકા અને મધ્યપ્રદેશમાં 60.40 ટકા મતદાન થયું. 

યુપીની 14 સીટો પર મતદાન
મતદાનનાં છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14 સીટો પર મતદાન થઇ રહ્યું છે, જેમાં સુલ્તાનપુર, પ્રતાપગઢ, ફુલપુર, અલ્હાબાદ, આંબેડકરનગર, શ્રાવસ્તી, ડુમરિયાગંજ, બસ્તી, સંત કબીર નગર, લાલગંજ, આઝમગઢ, જોનપુર, મછલીશહેર અને ભદોહીનો સમાવેશ થાય છે. તેમાંથી આઝમગઢ, સુલ્તાનપુર, ફુલપુર અને અલ્હાબાદ પર દેશની નજર છે.

Lok Sabha Chunav Phase 6 Voting Live Updates:લોકસભા ચૂંટણી 2019માં દિલ્હી સહિત 7 રાજ્યોની 59 લોકસભા સીટો પર આજે મતદાન ચાલી રહ્યું છે. તેમાં કેન્દ્રીય મંત્રીઓ રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતાઓ દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્યન સિંધિયાના ભાગ્યનો નિર્ણય થશે. છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહારની 8, કોંગ્રેસને 2 અને સપા લોજપાને 1-1 સીટો પર જીત મળી હતી.

રાજ્ય મતદાન
બિહાર 59.29 %
હરિયાણા 62.91 %
મધ્યપ્રદેશ 60.40 %
ઉત્તરપ્રદેશ 53.37 %
પશ્ચિમ બંગાળ 80.16 %
ઝારખંડ 64.46 %
એનસીટી ઓફ દિલ્હી 56.11 %

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news