અભિનંદન ફરી દુશ્મનોના દાંત ખાટા કરશે: આ અતિમહત્વના એરબેઝની જવાબદારી મળી
રાજસ્થાનનાં એરબેઝ પર રવિવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને કાર્યભાર સંભાળ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : ભારતના સપુત વિંગ કમાન્ડર એકવાર ફરીથી દુશ્મનની વિરુદ્ધ લડાઇ લડવા માટે મેદાનમાં ઉતરી ચુક્યા છે. રાજસ્થાનનાં સુરતગઢ એરબેઝમાં રવિવારે વિંગ કમાન્ડર અભિનંદને કાર્યભાર સંભાળી લીધો છે. હવે ઝડપથી તેઓ પોતાના ફાઇટર પ્લેનમાં ફરી જોવા મળશે. અભિનંદને પાકિસ્તાનથી પરત ફર્યા બાદ તમામ પ્રક્રિયાઓ પુર્ણ કરતા આશરે બે મહિના બાદ ફરીથી પોતાનાં એરબેઝ પર પહોંચ્યા. એરબેઝ પર પહોંચ્યા બાદ વાયુસેનાના અધિકારીઓએ વિંગ કમાન્ડર અભિનંદનનું ભવ્ય સ્વાગત કર્યું. સાથે જ પોતાનાં મિત્રને પરત ફરેલા જોઇને ખુશ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનંદન આતંકવાદીઓની વિરુદ્ધ વાયુસેનાના એર સ્ટ્રાઇક દરમિયાન ભુલથી પાકિસ્તાની સીમામાં દાખલ થઇ ગયા હતા. તે સમયે પાકિસ્તાની સેનાએ તેમને પોતાનાં કબ્જામાં રાખ્યા હતા. આ દરમિયાન અભિનંદનની આકરી પુછપરછ પણ કરવામાં આવી હતી. જો કે ભારતનાં દબાવ બાદ પાકિસ્તાનને પરાણે અભિનંદનને છોડવું પડ્યું.
મોદી સરકારના હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે: પ્રિયંકા ગાંધી વાડ્રા
અભિનંદન જ્યારે પાકિસ્તાનની સીમામાં દાખલ થયા હતા તો તેમને ખુબ જ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેઓ ખુબ જ ઘાયલ થઇ ગયા હતા. જો કે તેમણે પોતાનું બહાદુરીનું પરિચય આપતા તમામ મુશ્કેલીઓનો સામનો મજબુરીથી કર્યો.
અભિનંદન જ્યારે પાકિસ્તાન કબ્જામાં હતા તો દેશનાં લોકો તેમની સલામતીની દુવા માંગી રહ્યા હતા. આજે જ્યારે તેઓ પરત ભારતમાં આવ્યા તો સમગ્ર દેશ માટે તેઓ પ્રેરણા બની ગયા હતા. અભિનંદનની દેશ વાપસીની ઉજવણી સમગ્ર દેશ દ્વારા મનાવવામાં આવી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનંદનની ઘર વાપસીને ભારતની એક મોટી રણનીતિક જીત તરીકે જોવામાં આવી રહી છે. જેના કારણે પાકિસ્તાને પાછી પાની કરીને ફાઇટર પાયલેટને પરત સોંપવાની ફરજ પડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે