Jagadguru Paramhans Acharya Statement: રામચરિતમાનસ અંગે બિહારના શિક્ષણમંત્રી દ્વારા અપાયેલા વિવાદિત નિવેદન પર અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યએ આપત્તિ જતાવી છે. અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યે  જાહેરાત કરી છે કે જે પણ બિહારના શિક્ષણમંત્રીની જીભ કાપશે તેને તેઓ 10 કરોડ રૂપિયા ઈનામ આપશે. વાત જાણે એમ છે કે બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે તે  દલિતો, પછાતો અને અભ્યાસ કરતા રોકે છે. તે નફરત  ફેલાવતો ગ્રંથ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 કરોડનું ઈનામ
અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે બિહારના શિક્ષણ મંત્રીએ જે પ્રકારે રામચરિતમાનસ ગ્રંથ પર વિવાદિત નિવેદન આપ્યું છે તેનાથી સમગ્ર દેશની ભાવનાને ઠેસ પહોંચી છે. આ તમામ સનાતનીઓનું અપમાન છે. હું આ નિવેદન પર તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગણી કરુ છું. એક અઠવાડિયાના અંદર તેમને મંત્રીપદેથી હટાવવામાં આવે. તેમણે માફી માંગવી જોઈએ. પરંતુ જો આમ ન થાય તો હું બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરની જીભ કાપનારાને 10 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરું છું. 


દેશમાં આ રાજ્યને મળ્યો નંબર વનનો તાજ, જાણો ગુજરાતના શું છે હાલ


BJP માં ધરખમ ફેરફારની તૈયારી; સરકારનું પણ બદલાશે સ્વરૂપ, ગુજરાતના આ નેતાનું વધશે કદ!


ભાડુઆતને મળેલા છે આ હક, શું તમને ખબર છે? ભાડે રહેતા લોકો ખાસ વાંચે....


શિક્ષણમંત્રી ચંદ્રશેકનું વિવાદિત નિવેદન
શિક્ષણમંત્રી ચંદ્રશેખરે કહ્યું કે રામચરિતમાનસે બાળી મૂકવો જોઈએ. રામચરિતમાનસ, મનુસ્મૃતિ અને બંચ ઓફ થોટ્સે સમાજમાં નફરત ફેલાવી છે. મંત્રીના આ નિવેદનથી નીતિશકુમાર સરકાર એકવાર ફરીથી સવાલોના ઘેરામાં છે. ભાજપે તેને વોટબેંકનો ઉદ્યોગ ગણાવતા અને આરજેડીને હિન્દુ વિરોધી ગણાવી છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube