Exclusive: જૈશ એ મોહમ્મદના ઝડપાયેલા આતંકવાદીઓની પુછપરછમાં આવી ચોંકાવનારી વિગતો...
જૈશ એ મોહમ્મદના ઝડપાયેલા આતંકવાદીઓની પુછપરછમાં આવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડીજીપી ઓપી સિંહએ બંને શંકાસ્પદ આતંકવાદીઓ શાહનવાઝ અહમદ તેલી અને આકિબ અહમેદથી 4 કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યાર બાદ કાશ્મીર પોલીસ ડિરેક્ટર જનરલ (ડીજીપી) દિલબાગ સિંહ સાથે વાત કરી હતી.
લખનઉ: સહારનપુરના દેવબંધથી પકડવામાં આવેલા જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad)ના બંને શંકાસ્પદ આતંકવાદીઓને ઉત્તર પ્રદેશ પોલીસ ડિરેક્ટર જનરલ (ડીજીપી) ઓમ પ્રકાશ સિંહએ રવિવારે લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. યૂપી એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ રવિવાર રાત્રે જણાવ્યું કે ડીજીપી ઓપી સિંહએ બંને શંકાસ્પદ આતંકવાદીઓ શાહનવાઝ અહમદ તેલી અને આકિબ અહમેદથી 4 કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યાર બાદ કાશ્મીર પોલીસ ડિરેક્ટર જનરલ (ડીજીપી) દિલબાગ સિંહ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે બંને આરોપીઓના મોબાઇલ પોનની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમાંથી મહત્વપૂર્ણ જાણકારી અને પુરવા મળ્યા છે. પુછપરછમાં આ મોડ્યૂલના અન્ય સભ્યો વિશે જાણકારી મળી છે.
આંતકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પકડાયેલા સભ્યો શાહનવાઝ અહમદ તેલી અને આકિબ અહમદે યુપી એટીએસની સામે સ્વિકાર્યું કે તેઓ કેવી રીતે આતંકી બન્યા. યૂપી એટીએસે આતંકીથી કેટલાક સવાલો કર્યા હતા, જેમાં તેમણે કબૂલાત કરી કે તેઓ ખોટ રસ્તા પર કેવી રીતે ગયા. વાંચો આતંકી બન્યાની સંપૂર્ણ વાર્તા...
વધુમાં વાંચો: પાકિસ્તાનને પાઠ ભણાવશે ભારત? ત્રણ સેનાધ્યક્ષો સાથે રક્ષામંત્રીની મહત્વની બેઠક
સવાલ નંબર 1: યૂપી એટીએસે જ્યારે શાહનવાઝથી પૂછપરછ કરી તો તે શાહનવાઝ નામથી સંબોધિત કર્યો જેના પર આતંકી બોલ્યો.
જવાબ: શાહનવાઝ કોણ? મારૂ નામ તો નવાઝ અહમદ તેલી છે.
સવાલ નંબર 2: યુપી એટીએસે પૂછ્યું કે તારા પિતા શું કામ કરે છે?
જવાબ: મારા પિતા કુલગામમાં સુથારી કામ કરે છે.
સવાલ નંબર 3: યુપી એટીએસે પુછ્યું કે તે કેટલો અભ્યાસ કર્યો છે?
જવાબ: મેં બીએ ફર્સ્ટ યર સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ ભણવાનું છોડી દીધુ. ત્યારબાદ કોમ્પ્યુટર કોર્સ શરૂ કર્યો, પરંતુ તે પણ છોડી દીધો હતો.
સવાલ નંબર 4: અરબી ભાષા ક્યાંથી શીખી?
જવાબ: હું કાશ્મીરમાં જ અરબી ભાષા શીખ્યો.
વધુમાં વાંચો: અયોધ્યા: સ્વામીની પૂજાના અધિકાર સંબંધીત અરજી પર સુનાવણીની માગ, CJIએ કહ્યું- કાલે આવો
સવાલ નંબર 5: ઘરમાં કોણ કોણ છે?
જવાબ: મારો ભાઇ અને બે નાની બહેન છે. મારો ભાઇ કાશ્મીરાની એક ખાનગી સ્કૂલમાં ટીચર છે.
સવાલ નંબર 6: યુપી એટીએસે પુછ્યું કે આતંકિઓના સંપર્કમાં કેવી રીતે આવ્યો?
જવાબ: લગભગ 2 વર્ષ પહેલા કાશ્મીરના સફરજનના બગીચામાં આતંકવાદીઓએ મને પકડી લીધો હતો અને તેમની સાથે કામ કરવા પર દબાણ કર્યું હતું. ત્યારેથી આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો છું.
સવાલ નંબર 7: કાશ્મીરમાં સેનાએ ક્યારે પણ તારાથી પૂછપરછ કરી?
જવાબ: હાં, આતંકીઓના સંપર્કમાં આવવાના કારણે ફોજની નજર મારા પર પડી અને મારીથી ઘણી વખત પૂછપરછ કરી હતી.
સવાલ નંબર 8: કાશ્મીરથી કેમ ભાગ્યો?
જવાબ: સતત પૂછપરછથી કંટાળી ગત વર્ષે ઇદ બાદ જુનમાં કાશ્મીરથી ભાગી ગયો અને પછી દિલ્હી અને દેવબંધમાં રહ્યો.
વધુમાં વાંચો: PRC પર સળગ્યું અરૂણાચલ પ્રદેશ, CMએ યોજી સર્વદળીય બેઠક
* આતંકી આકિબે પણ પૂછપરછમાં આતંકી બન્યાની વાત કબૂલી
સવાલ નંબર 1: યુપી એટીએસે પુછ્યુ કે તું કેટલું ભણેલો છે?
જવાબ: મેં 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મેં ભણવાનું છોડી દીધું હતું.
સવાલ નંબર 2: તારા પિતા શું કરે છે?
જવાબ: મારા પિતા કાશ્મીરમાં જ સફરજનની ખેતી કરે છે.
સવાલ નંબર 3: આતંકવાદીઓના સંપર્કમાં કેવી રીતે આવ્યો અને ક્યારે આવ્યો?
જવાબ: આ સવાલ પર આકિબ મૌન રહ્યો અને થોડીવાર પછી બોલ્યો કે 6 મહિના પહેલા જ સંપર્કમાં આવ્યો.
વધુમાં વાંચો: મુરાદાબાદમાં લાગ્યા રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- ‘તમારૂ સ્વાગત છે’
સવાલ નંબર 4: કાશ્મીરથી કેમ ભાગ્યો?
જવાબ: ઘણી વખત ફોજે પૂછપરછ માટે બોલાવ્યો હતો, એટલા માટે હું દેવબંધ આવી ગયો હતો.
સવાલ નંબર 5: તમે લોકો કઇ રીતે એકબીજાનો સંપર્ક કરતા હતા?
જવાબ: અમે લોકો કોલ કરવા માટે વર્ચુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા. અમને લોકોને આદેશ હતો કે જ્યારે પણ મેસેજ કરો ત્યારે વોઇસ મેસેજ મોકલો.
સવાલ નંબર 6: શું કોઇ મોટા ઓપરેશન અંજામ આપાવ માગતા હતા?
જવાબ: આ સવાલ પર આતંકી આકિબ ચૂપ રહ્યો.
વધુમાં વાંચો: ‘કારગીલ યુદ્ધની યોજના બનાવનારે આ વિચારી મોટી ભૂલ કરી કે ભારત જવાબ આપશે નહીં’
ઉલ્લેખનીય છે કે પ્રદેશ પોલીસે આતંકવાદી વિરોધી ટુકડી (એટીએસ)એએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે સભ્યોને શુક્રવારે સહારનપુરના દેવબંધથી ધરપકજ કરી હતી. પોલીસ ડિરેક્ટર જનરલ ઓમ પ્રકાશ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, યૂપી એટીએસને બે દિવસ પહેલા જાણકારી મળી હતી કે દેવબંધમાં કેટલાક યુવક વિદ્યાર્થી બની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે યુવાઓની ભરતી કરી રહ્યાં છે. સર્વેલન્સની મદદથી તેમની તપાસ કરવામાં આવી તો શંકા વધુ મજબૂત થઇ ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા યુવકોના રૂમની તલાશી લેવા પર તેમના મોબાઇલ ફોન, બે પિસ્તોલ અને 30 કારતૂસ મળ્યા હતા.
પોલીસ ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, શરૂઆતી પૂછપરછમાં જાણવા મળ્યું છે કે શાહનવાઝ અને આકિબ જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે અને બંનેને આ સંગઠન માટે નવા સભ્યોની ભરતી કરવા માટે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા. બંને આતંકવાદીઓની ઉમર 20થી 25 વર્ષ વચ્ચે છે.