પાકિસ્તાનને પાઠ ભણાવશે ભારત? ત્રણ સેનાધ્યક્ષો સાથે રક્ષામંત્રીની મહત્વની બેઠક

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સામે આવી સુરક્ષા પડકારોને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રણ સેનાઓના અધ્યક્ષોની સોમવારે 42 દેશોમાં તેનાત ભારતના 'સંરક્ષણ જોડાણ'ની સાથે મહત્વની બેઠક કરશે.

Updated By: Feb 25, 2019, 01:01 PM IST
પાકિસ્તાનને પાઠ ભણાવશે ભારત? ત્રણ સેનાધ્યક્ષો સાથે રક્ષામંત્રીની મહત્વની બેઠક

નવી દિલ્હી: જમ્મૂ અન કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સામે આવી સુરક્ષા પડકારોને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રણ સેનાઓના અધ્યક્ષોની સોમવારે 42 દેશોમાં તેનાત ભારતના 'સંરક્ષણ જોડાણ'ની સાથે મહત્વની બેઠક કરશે. સત્તાવરા સુત્રોએ આ જાણકારી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પાકિસ્તાનને લઇને રણનીતિ બનાવવામાં આવી શકે છે.

વધુમાં વાંચો: અયોધ્યા: સ્વામીની પૂજાના અધિકાર સંબંધીત અરજી પર સુનાવણીની માગ, CJIએ કહ્યું- કાલે આવો

'સંરક્ષણ જોડાણ'ની બે દિવસ સુધી ચાલનારી આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ખરેખરમાં 'સંરક્ષણ જોડાણ' વિદેશમાં ભારતીય દુતાવાસથી જોડાયેલા તે અધિકારી હોય છે, જે સુરક્ષા-સંબંધિત બાબતો જુએ છે. આ માત્ર તે દેશોમાં હોય છે, જેનાથી આપણા લશ્કરી સંબંધો છે.

વધુમાં વાંચો: PRC પર સળગ્યું અરૂણાચલ પ્રદેશ, CMએ યોજી સર્વદળીય બેઠક

તમને જણાવી દઇએ કે, 14 ફેબ્રુઆરીના થયેલા પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરક્ષા દળોને આ હુમલાનો જવાબ આપવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે.

વધુમાં વાંચો: મુરાદાબાદમાં લાગ્યા રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- ‘તમારૂ સ્વાગત છે’

એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, બેઠકમાં પાકિસ્તાન બોર્ડર પર હાલાત સહિત તમામ મુદ્દા પર ચર્ચા થશે. આ ઉપરાંત, સરકાર કેટલાક મહત્વના સુરક્ષા પડકારોને લઇને સંરક્ષણ જોડાણથી પ્રતિક્રિયા લેશે. સુત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાન અને અફગાનિસ્તાનમાં તૈનાત ભારતના સંરક્ષણ જોડાણ પણ આ બેઠકમાં સામેલ થશે. બેઠકમાં ભારત-ચીન બોર્ડર પરની સ્થિતિની સાથે સાથે ભારતના પડોશીથી જોડાયેલ ભૂ-રાજકીય મુદ્દા પર પણ ચર્ચા સંભવ છે.

દેશના અન્ય સમાચાાર વાંચવા માટે અહીં ક્લિક કરો...