રાફેલ ડીલ: અરૂણ જેટલીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર, JPC તપાસ પર આપ્યો આ જવાબ
અરૂણ જેટલીએ ફ્રાંસથી રાફેલ લડાકુ વિમાનોન ખરીદીના સોદાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જીપીસી)ની રચના કરવાની માગને નકારતા કહ્યું કે રવિવારે આ મુદ્દા પર વિપક્ષી કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
નવી દિલ્હી: નાણામંત્રી અરૂણ જેટલીએ ફ્રાંસથી રાફેલ લડાકુ વિમાનોન ખરીદીના સોદાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જીપીસી)ની રચના કરવાની માગને નકારતા કહ્યું કે રવિવારે આ મુદ્દા પર વિપક્ષી કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. જેટલીએ કહ્યું કે, કોર્ટનો ચુકોદો અંતિમ નિર્ણય છે અને ત્યારબાદ કેગની રાયનો કોઇ મતલબ રહેતો નથી. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, કોંગ્રેસ અસત્ય ફેલાવવામાં તેમના પ્રથમ પ્રયત્નમાં નિષ્ફળ રહી અને કોર્ટના નિર્ણય પર નવું જુઠાણું લાવી રહી છે. ઉલ્લેખનીય છે કે સંસદના શીતકાલીન સત્રના પહેલા ચાર દિવસ રાફેલ અને કેટલા અન્ય મુદ્દાને લઇ હંગામો કરી ચુક્યા છે. જેટલીએ કહ્યું કે વિપક્ષી કોંગ્રેસ સંસદનો મુખ્ય સુત્રમાં રાફેલ પર ચર્ચાની જગ્યાએ હંગામો કરવા ઇચ્છે છે.
વધુમાં વાંચો: ચેન્નાઇ: કરૂણાનિધિની પ્રતિમાનું અનાવરણ પર મહાગઠબંધનના નેતાઓનો જમાવડો
સુપ્રીમ કોર્ટમાં રાફેલ મામલે કોંગ્રેસ અરજીકર્તા નથી. કોંગ્રેસ ઇચ્છે છે કે રાફેલ મામલે તપાસ માટે જીપીસી બનાવવામાં આવે જેથી ભાજપ સરકારે જે કિંમત પર લડાકુ જેટ વિમાન ખરીદવાનો કરાર કર્યો છે તેની સરખામણી કોંગ્રેસના નેતૃત્વવાળી સંયુકત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ) સરકાર દરમિયાન આ વિમાનોની કિંમત પર થયેલી વાતચીતથી કરવામાં આવી શકે. કોંગ્રેસનું કહેવું છે કે જેપીસીની તપાસથી તે સ્પષ્ટ થઇ જશે કે લડાકુ વિમાન વિનિર્માણનો અનુભવ ન રાખનાર અનિલ અંબાણી સમૂહને આ સોદામાં રાફેલની વિનિર્માતા ફ્રાંસની કંપનીના ઓફસેટ ભાગીદાર માટે કેવી રીતે પસંદ કરવામાં આવ્યા છે. જેટલીએ તેમના ફેસબુક પોસ્ટનું શીર્ષક આપ્યું છે, રાફેલ- અસત્ય, થોડા સમય સુધી ચાલેલું અસત્ય તેથી આગળ વધારે અસત્ય? તેમણે લખ્યુ છે કે સુપ્રીમ કોર્ટે તેના પર અંતિમ શબ્દો કહ્યા છે અને તેનાથી તેની કાયદેસરતા સાબિત કરી છે.
વધુમાં વાંચો: કર્ણાટક: બાગલકોટમાં સુગર ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત, 5 ઘાયલ
કોઇ રાજકીય નિકાસ સુપ્રીમ કોર્ટની નિષ્કર્ષની ઉલટ નિષ્કર્ષ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં આ અસ્પષ્ટતાના દાવા પરની સમીક્ષા કેગ (કંટ્રોલર અને ઑડિટર જનરલ)એ કરી લીધી છે. અને હવે આ સંસદની લોક લેખા સમિતી (પીએસી)ને મોકલવામાં આવી છે. તેના પર જેટલીએ કહ્યું કે સંરક્ષણ સોદા ઓડિટ માટે કેગની પાસે જઇએ છે અને તે તેમનો અહેવાલ પીએસી માટે મોકલે છે. જેટલીએ કહ્યું કે, આ વાતને સરકારે તેને સુપ્રીમ કોર્ટ સમક્ષ હકીકતમાં અને સંપૂર્ણ રીતે મૂકી દીધી હતી. રાફેલરની ઓડિટ તપાસ કેગ સમક્ષ બાકી છે. આ સાથે બધા તથ્ય ચકાસી લેવામાં આવ્યા છે. જ્યારે કેગની રિપોર્ટ આવશે તો પીએસને મોકલી દેવામાં આવશે.
વધુમાં વાંચો: અયોધ્યામાં શરૂ થયો નવો વિવાદ, BJP પર લાગ્યો મંદિર તોડવાનો આરોપ
તેમ છતાં જો કોર્ટના આદેશમાં કોઇ પ્રકારની વિસંગતતા હોય તો કોઇ પણ કોર્ટની સમક્ષ તેને યોગ્ય ઠરાવવા માટે અપીલ કરી શકે છે. તેમણે કહ્યું કે કોર્ટની સમક્ષ યોગ્ય વાત રાખવામાં આવી છે અને હવે તે કોર્ટના વિવેક પર છે કે તેઓ જણાવે કે કેગની સમીક્ષા કેટલા પાસામાં બાકી છે. તેમણે કહ્યું કે, પ્રક્રિયા કિંમત અને ઓપસેટ પુરવઠોકર્તા પર અંતિમ નિષ્કર્ષોના સંબંધમાં કેગની રાય કોઇ માન્ય ગણાતી નથી.
વધુમાં વાંચો: 'હું સૈનિકોના લાખો કરોડો પરિવાર પ્રત્યે જવાબદાર, એક પરિવાર પ્રત્યે નહીં'- પીએમ મોદી
પરંતુ હારી ચુકેલા લોકો ક્યારે સાચું સ્વીકાર કરતા નથી. દરેક પ્રકારના અસત્યથી નિષ્ફળ થયા બાદ હવે તેમણે કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. જેટલીએ કહ્યું કે, કોંગ્રેસ તેમના શરૂઆતના અસત્યમાં નિષ્ફળ થયા બાદ નિર્ણયને લઇ ઘણા જુઠાણું બનાવી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હકીકતો સાથે જૂઠ્ઠું બોલે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંરક્ષણ સોદા પર ચર્ચા પર કોંગ્રેસ પાર્ટીની નબળાઈને ખુલ્લી કરી છે.