નવી દિલ્હી: સરકારમાં જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) કોરોના પોઝિટિવ થયા છે. આ વાતની પુષ્ટિ તેમણે પોતે ટ્વિટ કરીને કરી છે. ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટ કરીને લખ્યું કે અસ્વસ્થતાના કેટલાક લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ (Corona Virus Test)  કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી તમને બધાને ભલામણ છે કે હાલમાં મારા સંપર્કમાં જે લોકો આવેલા હોય તેઓ પોતાને સ્વયં આઈસોલેટ કરીને તપાસ કરાવે. તમે બધા સ્વસ્થ રહો અને તમારું ધ્યાન રાખો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આ અગાઉ ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા હતાં. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જો કે થોડા દિવસોમાં કોરોનાને માત આપીને તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતાં. મધ્ય પ્રદેશના મુધ્યમંત્રી શિવરાજ સિંહ પાટીલ પણ કોરોના પોઝિટિવ થયા હતાં. 


અત્રે જણાવવાનું કે દેશમાં કોરોનાના આંકડા સતત વધી રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 69,652 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 28,36,926 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે દેશમાં હાલ 6,86,395 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 20,96,665 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 


Corona Updates: તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં કોરોનાના 69 હજાર કરતા વધુ નવા કેસ નોંધાયા


COVID-19 Impact: જુલાઈમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારીનો કુલ આંકડો અત્યંત ડરામણો


ICMRના જણાવ્યાં મુજબ 19 ઓગસ્ટ સુધીમાં કોરોના વાયરસના કુલ 3,26,61,252 સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. જેમાઁથી 9,18,470 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટિંગ કરાયા. પોઝિટિવિટી રેટ 8 ટકાથી ઓછો છે.  


એક્ટિવ કેસ મામલે ટોપ 5 રાજ્યો
આંકડા મુજબ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ સંક્રમિતોની હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારતનું ત્રીજુ સ્થાન છે. 


Covid-19: કોરોના પર દિલ્હીથી આવ્યા સારા સમાચાર, Sero Survey થી થયો આ મહત્વનો ખુલાસો


કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારત છે. એક જ દિવસમાં કેસની સંખ્યા જોઈએ તો અમેરિકા  અને  બ્રાઝિલમાં ક્રમશ: 43,237 અને 48,541 નવા કેસ એક દિવસમાં જોવા મળ્યાં છે. જ્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 69,652 નવા કેસ નોંધાયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube