નવી દિલ્હી: નાગરિકતા એક્ટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા વિશ્વાસ છતાં કેટલાક સંગઠનો આજે પણ આ એક્ટના વિરૂદ્ધ પ્રદર્શન કરવા પર અડેલા છે. દિલ્હીના જામિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આજે માર્ચનું આહવાન કર્યું છે. સમાચાર છે કે જામિયાના વિદ્યાર્થી આજે દિલ્હીના મંડી હાઉસથી જંતર મંતર સુધી માર્ચ શરૂ થઇ ગઇ છે. બારખંભા રોડ પર પોલીસે બેરિકેટિંગ લગાવી દીધી છે. પ્રદર્શનકારી એકઠા શરૂ થઇ ગયા છે. જામિયાના વિદ્યાર્થી અને 'વી ધ પીપલ'ના બેનર હેઠળ સીએએ અને એનઆરસીના વિરોધમાં માર્ચ કાઢવામાં આવશે. પરંતુ પોલીસે વિસ્તારમાં 144 લગાવી દીધી છે. પોલીસની 3 કંપની અને સીઆરપીએફની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીવાળાને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય એટલા માટે દિલ્હી પોલીસે આજે મંડી હાઉસ અને બરખંભા રોડ, ટોલ્સટોય માર્ગને બંધ કરી દીધો. પોલીસ દોરડું બાંધીને એક માનવ ચેન બનાવીને પ્રોટેસ્ટર સાથે ચાલી રહી હતી. જેથી પ્રોટેસ્ટ પણ નિકળી જાય અને ટ્રાફિક પણ જામ ન થાય. 


જામિયા કોર્ડિનેશન કમિટીએ અપીલ કરી હતી કે 24 ડિસેમ્બરના રોજ નેશનલ પ્રોટેસ્ટ ડે ઉજવતાં સીએએ, એનઆરસી અને પોલીસ એક્શનનો વિરોધ કરવામાં આવે. માર્ચ બપોરે 12 વાગે મંડી હાઉસથી શરૂ થઇને પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી જશે. આ કમિટીએ સ્ટૂડન્ટ્સ, ઓર્ગેનાઇજેશન અને ભાજપના રાજકીય વિરોધીઓને અપીલ કરી છે કે પ્રદર્શનમાં સામેલ થાય. કમિટીનું કહેવું છે કે આ પ્રદર્શનથી તે સંદેશ જવો જોઇએ કે ભારતની જનતા પોલીસના દમનથી ડરતા નથી અને સાંપ્રદાયિક રાજકારણ વિરૂદ્ધ પર ચાલતાં પોતાનો સંઘર્ષ ચાલુ રહેશે. 


એવા પણ સમાચાર છે કે જામિયાના વિદ્યાર્થી માટે બે રૂટ હોઇ શકે છે, અથવા તો આ માર્ચ મંડી હાઉસથી ફિરોજ શાહ રોડ ,અકબર રોડથી જંતર મંતર પહોંચશે અથવા પછી આ મંડી હાઉસથી બારખંભા રોડ, વિંડસર પ્લેસ પરથી થઇ જનપથના માર્ગે જંતર મંતર પહોંચશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube