close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

નરેન્દ્ર મોદી

સુરત: દહેજની માગ કરી પતિએ પત્નીને અડધી રાત્રે જાહેરમાં આપ્યા તલાક

શહેરમાં ફરી એકવાર ત્રિપલ તલાકનો મુદ્દો જાગ્યો છે. દહેજપેટે રૂપિયા 40 હજાર નહિ આપતા એક પરિણિતાને રાત્રે 3 વાગ્યે જાહેરમા તેના પતિએ ત્રણ વાર તલાક બોલીને તલાક આપી દીધા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પિડિતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી.
 

Jul 19, 2019, 04:36 PM IST

કેસરિયો ધારણ કરતા જ બદલાયો અલ્પેશનો રંગ, કહ્યું ‘ભાજપ વિદ્વાન લોકોની ગુરુકુળ’

કોંગ્રેસને છોડીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુવાધાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેર્યા બાદ કહ્યુ્ કે, કોંગ્રેસમાં મારી અને મારા સમાજની અવગણના થઇ છે. હવે વિદ્વાન લોકોની ગુરુકુળમાં જોડાયો છું, ભારતીય જનતા પ્રાર્ટી શિસ્ત સાથે ચાલનારી પાર્ટી છે. તેથી ભાજપની આ નીતિથી હું પ્રભાવીત થયો છું. 

Jul 18, 2019, 05:38 PM IST

જ્યારે PM મોદીએ યુવા સાંસદોને પૂછ્યુ, તમે રાજકારણ ઉપરાંત કયા કાર્ય કરો છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુવાન સાંસદો સાથે મુલાકાત કરી. બધા યુવા સાંસદોનો વિસ્તૃત રીતથી પરિચય થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોથી પૂછ્યું કે, રાજકારણ ઉપરાંત તમે કયા-કયા કાર્ય કરો છો? સમાજિક કાર્યો ઉપરાંત બાકી કાર્યોમાં કયા રૂચિ છે?

Jul 11, 2019, 03:18 PM IST

World Cup 2019: PM મોદીએ કહ્યું, હાર-જીત જીવનનો ભાગ, અમને ટીમ પર ગર્વ છે

ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 
 

Jul 10, 2019, 08:23 PM IST
delhi modi order mp to complete 150 km padyatra PT1M12S

સાંસદોને 150 કિમી પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ

સાંસદોને પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી 31 ઓક્ટોબર સરદાર પટેલની જયંતિ સુધી દરરોજ 15 કિમી ચાલીને સાંસદો પૂર્ણ કરશે 150 કિમીની પદયાત્રા

Jul 9, 2019, 04:00 PM IST

અષાઢી બીજ - 400 વર્ષ જૂની પરંપરાને સાચવે છે ગુજરાતનું આ ગામ, વહુઓ નાંખે છે વડીલોના માથા પર પાણી

ગઈકાલે દેશભરમાં રથયાત્રાનો પર્વ ઉજવાયો હતો. જેમાં ભગવાન જગન્નાથના રથ ભાઈ-બહેનની સાથે નગરચર્યા કરવા નીકળે છે. આ પ્રથા સમગ્ર ભારતમાં એક જ પ્રકારે ઉજવાય છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના વિથોણમાં અષાઢી બીજના પાવન અવસર પર ગામના વડીલો પર જળાભિષેક કરાય છે. આ ગામ લગભગ 400 વર્ષની પરંપરાને આજે પણ જીવંત રાખે છે. ગઈકાલે અષાઢી બીજના તહેવારની અહીં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિના વરસાદે ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. ગામની નવોઢાઓએ વડીલોને પિતૃભાવે અષાઢી સ્નાન કરાવ્યું હતું, ત્યારબાદ દરેક શેરીઓમાં પાણીની છોળો ઉડી હતી. 

Jul 5, 2019, 12:17 PM IST

શું તમને ખબર છે કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે?

142મી રથયાત્રા ગઈકાલે અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. આમ, ત્રણેય રથ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.

Jul 5, 2019, 08:42 AM IST

44 BJP સાંસદોને મળ્યા PM મોદી, 40 ઉપરના સાંસદો રહે ફીટ, હેલ્થ ચેકઅપ કરાવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલનાં દિવસોમાં પોતાની પાર્ટીના સાંસદોથી અલગ-અલગ મુલાકાત કરી રહ્યા છે. બુધવારે તેમણે 44 એસસી/એસટી સાંસદો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પોતાનાં સાંસદોને ફિટ રહેવા જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, ચાલીસની ઉપરનાં સાંસદ સતત પોતાની હેલ્થ ચેકઅપ કરાવતા રહે. તેમણે સાંસદોની સેહત અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. 

Jul 4, 2019, 10:40 PM IST

અમદાવાદ રથયાત્રા 2019 : મોસાળમાં મોહનનું મામેરુ કરનાર કાનજીભાઈના આંખમાંથી આંસુ આવી ગયા

આજે અષાઢી બીજ છે. આજના આ પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

Jul 4, 2019, 01:59 PM IST

અમદાવાદ : રથયાત્રા નીકળે તે પહેલા જ મંદિરની બહાર બેહોશ થઈ હતી મહિલા

અમદાવાદની રથયાત્રા સુખશાંતિથી સંપન્ન થાય તેવુ દરેક ભાવિક ભક્ત ઈચ્છતો હોય છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોવાથી સાવચેતી રાખવી જરૂર બની જાય છે. આવામાં રથયાત્રા શરૂ થાય તે પહેલા જ મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ હતી.

Jul 4, 2019, 12:46 PM IST

પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની રથયાત્રાની જૂની તસવીર શેર કરી

આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની નીકળી છે. મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તેઓ હંમેશા યાદ કરાય છે. ત્યારે આજે તેમણે ટ્વિટરના માધ્યમથી ભારતભરના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે. 

Jul 4, 2019, 09:40 AM IST

પીએમ મોદીની આકરી ટીકા બાદ આકાશ વિજયવર્ગીયની હકાલપટ્ટી શક્ય: સુત્ર

વડાપ્રધાન મોદીની આકરી ટીકા બાદ આકાશ વિજયવર્ગીયની વિરુદ્ધ ભાજપ કડક કાર્યવાહી કરવા અંગેવિચારી રહ્યું છે. કેન્દ્રીય નેતૃત્વના રાજ્ય એકમ સાથે ચર્ચા થઇચુકી છે. આકાશ વિજયવર્ગીયનું સસ્પેંશન થઇ શકે છે, ઇંદોર ભાજપ એકમનાં કેટલાક નેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહી શક્ય છે. શહેરી વિસ્તારે આકાશની જેલ મુક્તિ બાદ સ્વાગત કર્યું હતું. 

Jul 2, 2019, 09:02 PM IST
PM Narendra Modi Disappointed With Akash Vijayvargiy's Action PT2M38S

જુઓ પીએમ નરેન્દ્ર મોદી કોનાથી થયા નારાજ

દિલ્હીઃ PM મોદીની અધ્યક્ષતામાં સંસદીય દળની બેઠક, આકાશ વિજયવર્ગીયને લઈ PM મોદીની નારાજગી, આવી હરકત નહીં ચલાવી લેવાય,આવી હરકત કરનારાને પક્ષમાંથી બાકાત કરવો જોઈએ: PM

Jul 2, 2019, 12:35 PM IST

આકાશ વિજયવર્ગીય મામલે નારાજ PM મોદી, કહ્યું- ‘આવા લોકોને બરતરફ કરવા જોઈએ’

સંસદના વર્તમાન સત્ર દરમિયાન ભાજપ સંસદીય દળની પહેલી બેઠક યોજાઇ રહી છે. આ બેઠક સંસદની લાઇબ્રેરી બિલ્ડિંગના જી.એમ.સી બાલયોગી સભાગૃહમાં ચાલી રહી છે. ભાજપ સંસદીય દળની પહેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આકાશ વિજયવર્ગીય મામલો ઉઠાવ્યો હતો.

Jul 2, 2019, 12:11 PM IST

PM મોદી સાથે અનુપમ ખેરની મુલાકાત, કહ્યુ મારા માટે સૌભાગ્યની વાત

તસ્વીરમાં અનુપમને વડાપ્રધાન સાથે વાત કરતા જોઇ શકાય છે

Jul 1, 2019, 10:45 PM IST

લોકસભા ઈલેક્શનમાં પ્રચંડ બહુમત બાદ પીએમ મોદી હવે કરશે ‘મન કી બાત’

લોકસભા ઈલેક્શન 2019માં મળેલી પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પોતાનો રેડિયો કાર્યક્રમ મન કી બાતની શરૂઆત કરવાના છે. તેમના મનની વાત રેડિયો કાર્યક્રમનું પ્રસારણ ઈલેક્શન બાદ ફરીથી 30 જૂન, રવિવારના રોજ થશે. લોકસભા ઈલેક્શનની જાહેરાત થવાના થોડા દિવસ પહેલા જ 24 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ માર્ચ અને એપ્રિલમાં મન કી બાત કાર્યક્રમ ન કરવાની જાહેરાત કરી હતી.

Jun 29, 2019, 11:49 AM IST

દુનિયાના શક્તિશાળી નેતાઓને કહ્યું PM મોદીએ- આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ના માત્ર બેગુનાહોની હત્યા કરે છે પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે.

Jun 28, 2019, 11:32 AM IST
PT5M4S

આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ના માત્ર બેગુનાહોની હત્યા કરે છે પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે.

Jun 28, 2019, 11:27 AM IST
G 20 Summit summit start PT10M12S

જી-20 શિખર સમિટમાં છવાઈ જશે PM મોદી, જાણો તમામ વિગતો

જાપાનમાં આવતીકાલથી થઇ રહેલી જી-20 શિખર સમિટમાં હાજર થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસાકા પહોંચી ગયા છે. આ સમિટ દરમિયાન તેઓ મહત્વપૂર્ણ બહુપક્ષીય બેઠકમાં ભાગ લેવાની સાથે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના પ્રમુખ નેતાઓને પણ મળશે.

Jun 28, 2019, 11:05 AM IST

G-20 સમિટમાં PM મોદીએ કહ્યું- જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ છે ‘JAI’

જાપાનના ઓસાકામાં ચાલી રહેલી G-20 સમિટની બેઠકથી પહેલા ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

Jun 28, 2019, 10:16 AM IST