J&K: ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી ઠાર
કોરોનાકાળમાં પણ આતંકીઓ પોતાની નાપાક હરકત છોડતા નથી જો કે સુરક્ષાદળો પણ આકરા પાણીએ છે અને તેમને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના ત્રાલ (Tral) માં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ (Encounter) માં ત્રણ આતંકી ઠાર થયા છે.
શ્રીનગર: કોરોનાકાળમાં પણ આતંકીઓ પોતાની નાપાક હરકત છોડતા નથી જો કે સુરક્ષાદળો પણ આકરા પાણીએ છે અને તેમને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના ત્રાલ (Tral) માં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ (Encounter) માં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે જાણકારી આપી હતી કે પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં ચેવા ઉલર (ત્રાલ)માં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ જે ત્રણ આતંકીઓ માર્યા ગયા તેમના નામ મોહમ્મદ કાસિમ શાહ ઉર્ફે જુગ્નુ, બાસીત અહેમદ પરાય, હરિસ મંઝૂર ભટ છે. ત્રણેય ત્રાલના જ રહિશ હતાં.
આ અગાઉ ગુરુવારે પણ ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આતંકીઓનો ખાતમો થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર પોલીસને ગામમાં કેટલાક આતંકીઓ હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસ 42 રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફ દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે છૂપાયેલા આતંકીઓને આત્મસમર્પણની પૂરેપૂરી તક અપાઈ હતી. પરંતુ જ્યારે સેનાની જોઈન્ટ ટીમે સંદિગ્ધ સ્થળને ઘેર્યું તો છૂપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જવાબી કાર્યવાહીમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. ગુરુવારે સેનાનું આ બીજુ ઓપરેશન હતું તે પહેલા પણ સોપોર જિલ્લાના બારામુલ્લાના હેંદશિવા ગામમાં થયેલી અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા હતાં.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube