નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર ભાજપના ચૂંટણી પ્રભારી અવિનાશ રાય ખન્નાએ કહ્યું કે, પ્રદેશમાં આ વખતે ભાજપની જ સરકાર બનશે. ગત્ત વખતે અધુરી સરકાર હતી જો કે આ વખતે આખી સરકાર બનશે. જો કે આ નિવેદનો વચ્ચે અત્યાર સુધી સૌથી મોટો સવાલ એજ છે કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ક્યારે થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જમ્મુ કાશ્મીરની ચૂંટણી મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની સાથે થાય તેવી શક્યતા છે. પાંચ વર્ષ પહેલા જ આ રાજ્યોની સાથે કાશ્મીરમાં ચૂંટણી થઇ હતી. જો કે ત્યાં ગઠબંધન સરકાર અધવચ્ચે જ પડી ભાંગતા વચગાળાની ચૂંટણીની નોબલ આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલિયાવાલા બાગ ટ્રસ્ટ પણ કોંગ્રેસ મુક્ત, લોકસભામાં ખરડો પસાર
જમ્મુ કાશ્મીર ભાજપ ચૂંટણી પ્રચાર પ્રભારી અવિનાશ રાય ખન્નાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી બુથ સ્તર સુધીની પાર્ટી છે. અમારી કેડર બુથથી લઇને ઉપર સુધી છે. જ્યારે પણ ચૂંટણી થશે, અમારી તૈયારી સંપુર્ણ છે. પોતાની સરકાર રચીશું. જમ્મુ રિઝનમાં તમામ સીટો જીતી હતી તેમ છતા પણ જે સરકાર બની તે ગઠબંધનની હતી, જે લાંબુ ચાલી શકી નહોતી. 


ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી
કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ
ખન્નાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં 3 રિઝન છે. જમ્મુ કાશ્મીર અને કારગીલ. 1000 જેટલી પંચાયત સ્તરનાં પ્રતિનિધિ બન્યા છે. ગત્ત વખતે કોઇ પણ ઇલેક્ટેટ રિપ્રેઝન્ટેટિવ નહોતો એમપી સિવાય. આ વખતે એમપી પણ છે, એમએલસી પણ છે અને પંચાયત અને બુથ લેવલ સુધીનાં પ્રતિનિધિઓ છે. 10 જિલ્લાઓમાં ભાજપનાં અધ્યક્ષ છે. મંડળ સ્તર સુધી કાર્ય થઇ રહ્યું છે. પાર્ટીની સભ્ય સંખ્યા પણ વધી રહી છે. મોટા ભાગનાં લોકો વડાપ્રધાનમોદીનો સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાર સુત્ર પર ચાલી રહ્યા છે.


કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન અને ISI: ભારતીય સેના
35 A Dvs 370 અંગે પુછાતા તેમણે કહ્યું કે, આ સમયનાં ગર્ભમાં છુપાયેલી વાત છે. કેન્દ્ર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે. જમ્મુ રિઝનમાં જે ચૂંટણી થઇ તેમાં એનસી, પીડીપી અને કોંગ્રેસ ત્રણેય સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. જો કે ભાજપ જીતી. કોંગ્રેસનાં નેતા ભાજપમાં જોડાયા કોઇનું નામ નથી લેતો. અહીં કાશ્મીરમાં પણ એવા ઘણા નેતાઓ છે જે જોડાવા માંગે છે. આ વખતે અમે સંપુર્ણ બહુમતીવાળી સરકાર બનાવીશું.